major action/ ભાગેડુ નીરવ મોદીની 253 કરોડની સંપત્તિ જપ્ત,EDની મોટી કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે જણાવ્યું હતું કે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સાથે જોડાયેલી કંપનીઓની જેમ્સ, જ્વેલરી અને બેંક ડિપોઝિટ સહિત રૂ. 253.62 કરોડની સંપત્તિ જપ્ત કરી છે

Top Stories India

ભારત દેશના મોસ્ટ વોન્ટેડ આરોપી નીરવ મોદીની  દેશમાં રહેલી  સંપત્તિ પર EDએ મોટી કાર્યવાહી કરી છે, અને સાફ કરી દીધું છે કે દેશમાં રહેલી તમામ સંપત્તિ જપ્ત કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે જણાવ્યું હતું કે  ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સાથે જોડાયેલી કંપનીઓની જેમ્સ, જ્વેલરી અને બેંક ડિપોઝિટ સહિત રૂ. 253.62 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામ જંગમ સંપત્તિ હોંગકોંગમાં હતી અને મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી હતી. નિવેદન અનુસાર, હોંગકોંગમાં નીરવ મોદી જૂથની કેટલીક સંપત્તિની ઓળખ ખાનગી ‘તિજોરીઓ’માં હિરા અને ઝવેરાત તરીકે કરવામાં આવી છે. આ સાથે ત્યાંના બેંક ખાતાઓમાં કેટલી રકમ રાખવામાં આવી છે તેની પણ જાણકારી મળી હતી. તેઓને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવ્યા છે.

નીરવ  હાલમાં યુકેની જેલમાં  છે. પંજાબ નેશનલ બેંકના 2 અબજ ડોલરના છેતરપિંડી કેસમાં તે મુખ્ય આરોપી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) આ કેસની તપાસ કરી રહી છે.