Tech News/ બાળકોને ChatGPT થી દૂર રાખો, એલન મસ્કની વાલીઓને ગંભીર ચેતવણી

કેનેડામાં 6 લોકોની હત્યાનું પ્લાનિંગ શૂટરે ChatGPT પર કર્યું હતું. માહિતી હોવા છતાં OpenAI એ પોલીસને જાણ ન કરી. એલન મસ્કે બાળકોને AI થી દૂર રાખવા ચેતવણી આપી.

Top Stories Tech & Auto
Elon Musk ChatGPT Warning

Elon Musk ChatGPT Warning: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક અને OpenAI ના CEO સેમ ઓલ્ટમેન વચ્ચેનો AI વોર હવે વધુ ઉગ્ર બની ગયો છે. તાજેતરમાં બનેલી કેટલીક હચમચાવી દેનારી ગુનાહિત ઘટનાઓ બાદ એલન મસ્કે X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને લોકોને ચેતવણી આપી છે કે, “બાળકો અને માનસિક રીતે બીમાર લોકોને ChatGPT થી દૂર રાખો.” મસ્કે દાવો કર્યો છે કે આ AI ચેટબોટ સુરક્ષિત નથી અને તે અનેક યુઝર્સના મોત માટે જવાબદાર છે.

કેનેડાનો હત્યાકાંડ અને ChatGPT..

એલન મસ્કે આ ગંભીર ચેતવણી X યુઝર હર્નાન કોર્ટેસની એક પોસ્ટના જવાબમાં આપી હતી, જેમાં કેનેડાના ટમ્બલર રિજમાં બનેલા એક ભયાનક ગોળીબારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગયા મહિને કેનેડાની એક હાઈસ્કૂલમાં પૂર્વ છાત્રા વેન રૂટ્સલારે અંધાધૂંધ ગોળીબાર કરીને 6 લોકોની ઘાતકી હત્યા કરી નાખી હતી અને ડઝનો લોકોને ઘાયલ કર્યા બાદ પોતે ખુદકુશી કરી લીધી હતી. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, આ ગોળીબાર કરનારી યુવતીએ આ ભયાનક હત્યાકાંડને અંજામ આપતા પહેલા સતત ઘણા દિવસો સુધી ChatGPT સાથે હિંસા, બંદૂક અને મર્ડર પ્લાનિંગ વિશે લાંબી ચર્ચાઓ અને ચેટિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

Elon Musk ChatGPT Warning

OpenAI ના કર્મચારીઓની ગંભીર બેદરકારી!

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ChatGPT ના ‘ઓટોમેટેડ રિવ્યૂ સિસ્ટમ’ દ્વારા આ ખતરનાક ચેટ પકડી પાડવામાં આવી હતી અને ચેતવણી પણ જનરેટ થઈ હતી. રિપોર્ટ્સનું માનીએ તો, તે સમયે OpenAI ના આશરે 12 જેટલા કર્મચારીઓએ આ વિશે ચર્ચા પણ કરી હતી કે શું આ માહિતી પોલીસને આપવી જોઈએ કે નહીં? પરંતુ, અંતે કોઈએ પોલીસને જાણ કરી નહીં અને એક મોટો હત્યાકાંડ સર્જાઈ ગયો.

પીડિતાની માતાએ OpenAI પર ઠોક્યો કેસ

આ ગોળીબારમાં માયા ગેબાલા નામની એક વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હવે માયાની માતાએ પોલીસને સમયસર જાણ ન કરવા અને માહિતી છુપાવવા બદલ OpenAI કંપની સામે કાયદેસરનો મુકદમો (Lawsuit) દાખલ કર્યો છે.

અગાઉ 9 મોત અને 5 આત્મહત્યાનો દાવો

એલન મસ્ક અગાઉ પણ ChatGPT ની સુરક્ષા પર સવાલો ઉઠાવી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં જ મસ્કે DogeDesigner નામના એકાઉન્ટની પોસ્ટ રીપોસ્ટ કરી હતી, જેમાં દાવો કરાયો હતો કે ChatGPT નો ઉપયોગ કરનાર 9 લોકોના મોત થયા છે અને 5 લોકોએ આ ચેટબોટ સાથે વાતચીત કર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. મસ્કે ત્યારે પણ અપીલ કરી હતી કે તમારા પ્રિયજનોને આ ખતરનાક ચેટબોટનો ઉપયોગ કરવા દેશો નહીં.

હાલમાં આ મામલે AI ના કાયદાકીય નિયંત્રણો અને નૈતિક જવાબદારીઓ પર દુનિયાભરમાં મોટી ચર્ચા જાગી છે.


આ પણ વાંચો:Chrome વાપરનારાઓ માટે ભારત સરકારની હાઈ-રિસ્ક ચેતવણી, હેકર્સ કરી શકે છે તમારા ડેટાની ચોરી

આ પણ વાંચો:બાળકોને ખોટા રસ્તે જતા અટકાવશે Instagram! જાણો શું છે નવું ફીચર અને પેરેન્ટ્સ કેવી રીતે રાખી શકશે નજર

આ પણ વાંચો:એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળી ગંભીર ખામી, તમારા પર્સનલ ડેટાને બચાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ