auto and tech/ Chrome વાપરનારાઓ માટે ભારત સરકારની હાઈ-રિસ્ક ચેતવણી, હેકર્સ કરી શકે છે તમારા ડેટાની ચોરી

ભારત સરકારની સાયબર એજન્સી CERT-In એ ગૂગલ Chrome બ્રાઉઝરમાં ગંભીર ખામીઓ અંગે ચેતવણી આપી છે. હેકર્સ આ ખામીઓનો ઉપયોગ કરીને યુઝર્સના ડેટાની ચોરી કરી શકે છે અને સિસ્ટમ પર કબજો મેળવી શકે છે. બચવા માટે યુઝર્સને તરત જ ક્રોમ બ્રાઉઝરને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવાની અને શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

Trending Tech & Auto
Chrome

Cyber Security: જો તમે પણ તમારા લેપટોપ કે કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ (Google Chrome) બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In (Computer Emergency Response Team of India) એ ક્રોમ યુઝર્સ માટે ‘હાઈ-રિસ્ક’ વોર્નિંગ જાહેર કરી છે. આ ચેતવણી મુજબ, ક્રોમ બ્રાઉઝરમાં કેટલીક એવી ખામીઓ જોવા મળી છે જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા ઉપકરણને રિમોટલી કંટ્રોલ કરી શકે છે.

શું છે આ ખતરો?

સરકારી એજન્સીના રિપોર્ટ અનુસાર, ગૂગલ ક્રોમમાં ઘણી સુરક્ષા ખામીઓ (Vulnerabilities) જોવા મળી છે:

રિમોટ એટેક: હેકર્સ કોઈ ખાસ લિંક અથવા વેબસાઈટ દ્વારા તમારા કમ્પ્યુટર પર હુમલો કરી શકે છે. આનાથી તેઓ તમારા અંગત ડેટા, પાસવર્ડ અને બેંકિંગ વિગતોની ચોરી કરી શકે છે.

સિસ્ટમ કંટ્રોલ: ખામીનો ઉપયોગ કરીને હેકર્સ તમારી જાણ બહાર સિસ્ટમમાં ગમે તેવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકે છે અથવા આખી સિસ્ટમને ક્રેશ કરી શકે છે.

સુરક્ષા કવચમાં ગાબડું: બ્રાઉઝરના જૂના વર્ઝનમાં સુરક્ષા વ્યવસ્થા નબળી હોવાને કારણે સાયબર અપરાધીઓ સરળતાથી પ્રવેશ મેળવી લે છે. તમારા બ્રાઉઝરને સુરક્ષિત કેવી રીતે રાખશો?

Chrome

Chrome અત્યરે જ  અપડેટ કરો :

ગૂગલે આ ખામીઓને સુધારવા માટે નવું સિક્યોરિટી અપડેટ બહાર પાડ્યું છે. જો તમે જૂનું વર્ઝન વાપરી રહ્યા હોવ, તો તરત જ સેટિંગ્સમાં જઈને ‘About Chrome’ પર ક્લિક કરો અને બ્રાઉઝરને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.

અજાણી લિંક્સથી બચો:

ઈમેલ, વોટ્સએપ કે અજાણી વેબસાઈટ પર આવતી શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરો. હેકર્સ ઘણીવાર આવી લિંક્સનો ઉપયોગ વાયરસ ફેલાવવા માટે કરે છે.

તમારા ગૂગલ એકાઉન્ટમાં હંમેશા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખો, જેથી પાસવર્ડ હેક થાય તો પણ તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે.

અનિચ્છનીય એક્સટેન્શન દૂર કરો:

તમારા બ્રાઉઝરમાં (Chrome) જે એક્સટેન્શનની જરૂર ન હોય તેને તરત જ રિમૂવ કરી દો, કારણ કે ઘણીવાર માલવેર એક્સટેન્શન દ્વારા જ સિસ્ટમમાં પ્રવેશે છે.

ટેકનોલોજીના જમાનામાં સાયબર હુમલાઓથી બચવા માટે સતર્કતા જ સૌથી મોટું શસ્ત્ર છે. સરકારની આ ચેતવણીને હળવાશથી ન લેતા, આજે જ તમારા બધા ડિવાઈસમાં ક્રોમ (Chrome) બ્રાઉઝરને અપડેટ કરી લો જેથી તમારી ડિજિટલ દુનિયા સુરક્ષિત રહે.


આ પણ વાંચો: WhatsAppનો ઉપયોગ કરવાની રીત હવે બદલાઈ જશે! આવી રહી છે આ નવી સુવિધાઓ, પ્રાઈવસી થશે વધુ મજબૂત

આ પણ વાંચો:ભારતમાં AI નો ક્રેઝ વધ્યો! સૌથી વધુ ડાઉનલોડ્સ છતાં ટેક કંપનીઓની કેમ ઉડી ગઈ છે ઊંઘ?

આ પણ વાંચો: iPhoneપર કેમ નથી હોતો ફોન કાપવાનો લાલ બટન? જાણો એપલની આ ‘ગહન’ વ્યૂહરચના