Apple Users: જો તમે એન્ડ્રોઇડ ફોન વાપરીને iPhone પર શિફ્ટ થયા હોવ, તો તમે એક વાત ચોક્કસ નોંધી હશે – જ્યારે ફોન લોક (Lock) હોય અને કોલ આવે, ત્યારે સ્ક્રીન પર માત્ર ‘Slide to Answer’ દેખાય છે, પણ કોલ કાપવા માટેનું લાલ બટન ક્યાંય જોવા મળતું નથી. ઘણા યુઝર્સ આનાથી મૂંઝવણમાં મુકાઈ જાય છે. શું એપલ આ બટન આપવાનું ભૂલી ગયું છે? ના, આની પાછળ એક ખાસ ટેકનિકલ કારણ અને યુઝર એક્સપિરિયન્સની ગણતરી છે.
કેમ iPhone લાલ બટન ગાયબ હોય છે?
જ્યારે તમારો iPhone લોક હોય અને ખિસ્સામાં હોય, ત્યારે ભૂલથી પણ કોઈ બટન દબાઈ ન જાય અને કોલ રિસીવ કે રિજેક્ટ ન થઈ જાય તે માટે એપલે ‘Slide to Answer’ નું ફીચર રાખ્યું છે.
પોકેટ ડાયલિંગથી બચવા: જો સ્ક્રીન પર ડાયરેક્ટ બટન હોય, તો ખિસ્સામાં ઘર્ષણને કારણે કોલ કપાઈ શકે છે અથવા ઉપાડી શકાય છે. સ્લાઈડર ફીચર ખાતરી કરે છે કે તમે જાણીજોઈને જ કોલ ઉપાડ્યો છે.
લોક સ્ક્રીન પર કોલ કેવી રીતે કાપવો? (The Secret Trick)
જો ફોન લોક હોય અને તમારે કોલ રિજેક્ટ કરવો હોય, તો એપલે તેના માટે ફિઝિકલ બટનનો ઉપયોગ કર્યો છે:
એકવાર પાવર બટન દબાવો: આનાથી રિંગટોન સાયલન્ટ (Silent) થઈ જશે.
બે વાર પાવર બટન દબાવો: જો તમે સાઇડ પાવર બટનને સતત 2 વાર દબાવશો, તો કોલ તરત જ રિજેક્ટ (Disconnect) થઈ જશે.
ક્યારે દેખાય છે લાલ બટન?
જ્યારે તમારો iPhone અનલોક હોય (એટલે કે તમે ફોન વાપરી રહ્યા હોવ) અને ત્યારે કોલ આવે, તો તમને સ્ક્રીન પર લાલ (Decline) અને લીલું (Accept) એમ બંને બટન જોવા મળશે. કારણ કે ત્યારે ફોન પહેલેથી જ એક્ટિવ છે અને ભૂલથી બટન દબાવવાની શક્યતા ઓછી છે.
અન્ય સરળ રીતો (iPhone)
Remind Me: કોલ કાપવા માટે તમે ‘Remind Me’ પર ક્લિક કરી શકો છો, જે કોલ કાપી નાખશે અને તમને પછીથી કોલ કરવાનું યાદ અપાવશે.
Message: તમે કોલ કાપીને સામેવાળી વ્યક્તિને તરત જ ‘I will call you later’ જેવો મેસેજ પણ મોકલી શકો છો.
એપલની દરેક ડિઝાઈન પાછળ એક ચોક્કસ તર્ક હોય છે. ભલે શરૂઆતમાં આ અજીબ લાગે, પણ ‘પાવર બટન‘ દ્વારા કોલ કાપવાની રીત સૌથી ઝડપી અને સુરક્ષિત છે.
આ પણ વાંચો: WhatsAppનો ઉપયોગ કરવાની રીત હવે બદલાઈ જશે! આવી રહી છે આ નવી સુવિધાઓ, પ્રાઈવસી થશે વધુ મજબૂત
આ પણ વાંચો: WhatsApp સ્કેમથી કેવી રીતે બચવું ???
આ પણ વાંચો: એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી

