Lifestyle: વજન ઘટાડવા (Weight Loss) માટે મોટા ભાગે લોકો ડાયેટિંગ કરવાની સલાહ આપે છે. પરંતુ ઘણી વાર કેટલીક સારી આદતો પણ તમારું વજન ઘટાડવામાં અસરદાર સાબિત થાય છે.
સોશિયલ મીડિયા ઈન્સ્ટા પર તાન્યા (Tanya) નામની એક મહિલાએ પોતાની વેઇટ લોસ જર્ની (Weight Loss Journey) વિશે પોતાનો અનુભવ શૅર કર્યો છે અને જણાવ્યું છે કે એણે જમવાનું સ્કિપ કર્યા વિના જ પોતાનું 32 કિલો વજન ઓછું કરી દીધું છે! જો કે વજન ઘટાડવા માટે એ કેટલીક ટેવો પર સ્ટ્રિક્ટ થઈને અડી રહી હતી અને આ 5 આદતો અંગે એણે સોશિયલ મીડિયામાં શૅર પણ કરેલી છે.
વજન ઘટાડવા માટે અસરદાર 5 ટેવો (5 Habits for Weight Loss Journey)
1. પ્રોટીન લો
તાન્યાએ જણાવ્યા અનુસાર, પર્યાપ્ત પ્રોટીન (Protein) નું સેવન એની દિનચર્યાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. એણે જણાવ્યું કે એ દરરોજ ઓછામાં ઓછું 30 ગ્રામ પ્રોટીન દિવસમાં 3 વાર લે છે અને એ પણ પ્રોસેસ્ડ પ્રોટીનની જગ્યાએ આહાર દ્વારા જ અસલી પ્રોટીન લેવું જોઈએ. વજન ઘટાડવા માટે આહાર ઓછો કરી દેવાથી અથવા ભોજનમાં પ્રોટીન સામેલ ન કરવાથી ભલે સ્થૂળતા ઓછી થાય પણ એનાથી તમારું શરીર સુડોળ નથી રહેતું. પ્રોટીન મસલ્સ માટે આવશ્યક છે અને એનાથી યોગ્ય રીતે વજન ઓછું થાય છે. પ્રોટીન ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

2. રોજ વ્યાયામ કરો
વજન ઘટાડવા માટે નિયમિત વ્યાયામ જરુરી છે. તાન્યાના જણાવ્યાનુસાર, વજન ઘટાડવા નિયમિત રીતે દરરોજ એક્સર્સાઈઝ (Exercise) કરવી જરુરી છે. ઘણા લોકો એક-બે દિવસ પછી કામના ચક્કરમાં વ્યાયામ કરવાનું છોડી દે છે પરંતુ સમય સેટ કરીને પણ થોડો વ્યાયામ કરવો જરુરી છે. જ્યારે સમય મળે ત્યારે વ્યાયામ કરી લેવો જોઇએ.

3. વજન ઉઠાવવું
તાન્યાના કહેવા પ્રમાણે એની દિનચર્યામાં સ્ટ્રેન્થ ટ્રેનિંગ (Strength Training) એક મહત્વનો ભાગ ભજવે છે. એ વજન ઉઠાવીને મજબૂત થવાની સાથે ધીરે-ધીરે વજન ઊંચકવાનું વધારવાની સલાહ આપે છે. આમ કરવાથી બોડી ટોન થઈ જશે અને અઠવાડિયામાં 3 વાર વેઇટ લિફ્ટીંગ જરુર કરવું.

4. સારી ઊંઘ લેવી
સ્થૂળતા ઓછી કરવામાં સારી ઊંઘ (Sound Sleep) મહત્વપૂર્ણ રોલ પ્લે કરે છે. ઘણી વાર ભરપૂર આરામ મળવો પડકારજનક હોઇ શકે છે અને ખાસ કરીને નવજાત બાળકની માતા માટે…પણ જેટલી થાય એટલી ઊંઘ પૂરી કરવાથી શરીરને આરામ મળશે. હૅવી વર્ક આઉટ પછી શરીરને રીકવરીમાં મદદ મળે છે. વજન ઓછું થાય છે અને નવી માંસપેશીઓ બને છે. ઉત્તમ નિદ્રાથી ઓવર ઓલ હૅલ્થ સુધરે છે.

5. પૂરતું પાણી પીવું
સ્થૂળતા (Obesity) ઓછી કરવા માટે ખાવા જેટલું જ ધ્યાન પાણી (Water Intake) પર આપવું જરુરી છે. શરીરના હાઈડ્રેશન માટે તમારે દિવસમાં 3 થી 4 લિટર પાણી અવશ્ય પીવું જોઇએ. તાન્યાના કહેવા મુજબ, સારી એવી માત્રામાં પાણી પીને એ સ્વયંને ઊર્જાવાન મહેસૂસ કરે છે અને આનાથી વર્ક આઉટ (Work Out) અને રીકવરીમાં પણ મદદ મળે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો : ચીનની મહિલાના મગજનું સંતુલન ખોરવાયું…15 દિવસ ફક્ત પાણી પીને વજન ઘટાડ્યું…પૅંગ્વિન ચાલે ચાલવા લાગી!
આ પણ વાંચો : રાત્રે આ મસાલાનું પાણી પીવાથી મીણની જેમ ઓગળશે શરીરની ચરબી: જાણો વજન ઘટાડવાની સૌથી સરળ અને અસરકારક રીત!
આ પણ વાંચો : એકસાથે છ કોસ્મેટિક સર્જરી બાદ બ્રાઝિલની 51 વર્ષીય આંદ્રેયા વિએરા ગેસ્પારનો કરુણ અંજામ…
