જો તમે પણ સતત વધતા વજન અને પેટ બહાર (FAT) આવવાની સમસ્યાથી પરેશાન છો, તો દરરોજ રાત્રે એક ખાસ મસાલાનું પાણી પીવાની આદત તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. જે રીતે સવારે ડીટોક્સ વોટર પીવાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે, બરાબર તે જ રીતે રાત્રે સૂતા પહેલા યોગ્ય મસાલાનું સેવન કરવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી બને છે. આપણે વાત કરી રહ્યા છીએ દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી આવતા જીરા (Cumin)ની. જીરાનું પાણી પાચનતંત્રને સુધારે છે, મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો (Toxins) બહાર ફેંકવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે કેમ કારગર છે જીરાનું પાણી?
જીરામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી, ડાયજેસ્ટિવ અને મેટાબોલિઝમ સુધારવાના અદભુત ગુણો રહેલા છે. રાત્રે જીરાનું પાણી પીવાથી પાચન ઉત્સેચકો (Digestive Enzymes) ની સક્રિયતા વધે છે, જેનાથી ખોરાક ઝડપથી પચે છે. જો તમારો આહાર સંતુલિત હોય અને તમે દરરોજ રાત્રે આ પાણી પીઓ છો, તો જમા થયેલી વધારાની ચરબી ખૂબ જ ઝડપથી ઓગળવા લાગે છે.
રાત્રે જીરાનું પાણી બનાવવાની સાચી રીત અને પીવાનો યોગ્ય સમય
બનાવવાની રીત: એક ગ્લાસ પાણીમાં એક ચમચી આખા જીરાના દાણા ઉમેરીને તેને બરાબર ઉકાળી લો. ત્યારબાદ ગેસ બંધ કરી પાણીને નવશેકું (હૂંફાળું) થવા દો.
પીવાનો યોગ્ય સમય: રાત્રિભોજન (Dinner) કર્યાના અડધા કલાક પછી અથવા રાત્રે સૂવાના 30 મિનિટ પહેલાં આ પાણી પીવું જોઈએ.
ખાસ સાવધાની: જીરાનું પાણી પીધા પછી કંઈપણ ખાવું કે પીવું નહીં, નહિતર તેની સંપૂર્ણ અસર જોવા મળશે નહીં.
વજન ઘટાડવા ઉપરાંત મળશે આ અદભુત ફાયદા
ત્વચામાં ચમક: જીરાનું પાણી શરીરની ગંદકી બહાર કાઢે છે, જેનાથી કરચલીઓ અને ખીલ દૂર થાય છે અને સ્કીન ગ્લો કરવા લાગે છે.
અનિદ્રાથી રાહત: તે પેટને શાંત રાખે છે, જેના કારણે રાત્રે ગેસ કે એસિડિટીની સમસ્યા થતી નથી અને સારી તથા ગાઢ ઊંઘ આવે છે.
ક્રેવિંગ્સ પર નિયંત્રણ: આ પાણી સવારે પણ પી શકાય છે, જે અસમયે થતી ભૂખ (Food Cravings) ને અટકાવે છે.
આ પણ વાંચો :ચોમાસામાં જાંબુનું સેવન ડાયાબિટીસમાં આપે છે સંજીવની સમાન રાહત: જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
આ પણ વાંચો :વાત-વાતમાં બ્લડ ટેસ્ટ કરાવવાની આદત છે? જાણો બિનજરૂરી રક્ત પરીક્ષણથી થતા નુકસાન!
