Lifestyle/ દૂધીમાંથી બનાવો પનીર જેવા મુલાયમ કોફતા…ખાતાવેંત મોંમાં ઓગળી જશે!…મસ્ત મજાની રેસિપી…

આપણે દૂધીના ઢેબરા, મૂઠિયા અને હાંડવો વગેરે ખાતા જ હોઇએ છીએ પરંતુ, દૂધીના કોફતા (Dudhi Kofta) મોટાભાગે બધાના ઘરમાં ઓછા જ બનતા હોય છે!

Trending Food Lifestyle
Dudhi Kofta, પનીર, હૅલ્ધી, કોફતા રેસિપી, કોફતા ગ્રેવી

Lifestyle: શું તમારું અથવા તમારા ઘરના સભ્યોનું દૂધીને જોઇને મોં બગડી જાય છે? જો તમે હૅલ્ધી ગણાતી આ શાકભાજી ઘરના બધા ખાય એવું ઇચ્છતા હો તો અહિં એનો સરસ મજાનો ઓપ્શન છે, અને એ છે દૂધીના કોફતા (Dudhi Kofta Recipe)…

દૂધીનું શાક બનાવ્યું છે એવું જાણતા જ બધાનો મૂડ ઓફ થઇ જાય છે? જો આવુ હોય તો જે લોકોને દૂધીનો સ્વાદ પસંદ નથી પડતો એ પણ આ કોફતા ખાઇને ખુશ થઇ જશે! આમ તો આપણે દૂધીના ઢેબરા, મૂઠિયા અને હાંડવો વગેરે ખાતા જ હોઇએ છીએ પરંતુ, દૂધીના કોફતા મોટાભાગે બધાના ઘરમાં ઓછા જ બનતા હોય છે!

Dudhi Kofta, પનીર, હૅલ્ધી, કોફતા રેસિપી, કોફતા ગ્રેવી

કોફતા ખાઇને કહેશો…આ તો દૂધી છે કે પનીર..?

આમ તો જે લોકો આ રેસિપી બનાવે છે એ ગોળ પકોડાના શૅપમાં જ કોફતા (Round Kofta) તૈયાર કરતા હોય છે પણ અહિં તમને પનીર (Paneer)ના આકારમાં દૂધીના ચોરસ કોફતા (Square Kofta) બનાવવાની પદ્ધતિ દર્શાવી રહ્યાં છીએ…આ રીતે જો કોફતા બનાવશો તો તમારા ઘરના આંગળા ચાટતા રહી જશે!

આ વાનગી એટલી તો ટેસ્ટી બનશે કે કેટલાક લોકો તો એ પણ નહિં સમજી શકે કે, આ દૂધીમાંથી બનાવેલા કોફતા છે! તો ચાલો જાણીએ, એને બનાવવાની વિધિ અંગે…

શી રીતે બનાવશો દૂધીના કોફતા? (Dudhi Kofta Recipe)

દૂધીના કોફતા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients) જોઇશે.

Dudhi Kofta, પનીર, હૅલ્ધી, કોફતા રેસિપી, કોફતા ગ્રેવી

સામગ્રી

1 વાડકી સોયાબીનની વડીઓ

1 નાની તાજી દૂધી

બેસન (બાઇન્ડિંગ માટે)

કાળા મરીનો પાવડર

લીલા મરચા

હીંગ

આખા ધાણા

કાશ્મીરી લાલ મરચું

સ્વાદાનુસાર મીઠું

તેલ (કોફતા તળવા, વૈકલ્પિક)

ગ્રેવી માટે સામગ્રી

તેલ કે ઘી (વઘાર માટે)

તમાલપત્ર

લવિંગ

લીલી ઇલાયચી

તજનો ટુકડો

કાળા મરી

2 ઝીણી સમારેલી ડુંગળી

3 ટમેટાની પેસ્ટ

3-4 લાંબા સમારેલા મરચા

હળદર

ધાણાજીરુ

સ્વાદાનુસાર મીઠું

ગરમ મસાલો (વૈકલ્પિક)

Dudhi Kofta, પનીર, હૅલ્ધી, કોફતા રેસિપી, કોફતા ગ્રેવી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ સોયાબીનની વડીઓ (Soya Chunks) લેવી અને એને સારી રીતે ધોઇ લેવી અને ગરમ કરેલા પાણીમાં 10-15 મિનિટ પલાળી રાખવી.

2. હવે એમાંથી પાણી નિચોવીને મિક્સરમાં અધકચરું પીસી લેવું.

3. ત્યારબાદ, દૂધીને છોલીને ઝીણી છીણી વડે છીણી લેવી અને મિક્સ કરી લેવી.

4. હવે આ મિશ્રણમાં થોડું બેસન (Besan) મિક્સ કરી લેવું અને એટલું જ મિક્સ કરવું કે જેનાથી બાઇન્ડિંગ થઇ શકે!

5. આ મિશ્રણમાં કાળા મરીનો પાવડર, લીલા મરચા, હીંગ, આખું જીરું, હાથેથી કચરેલા આખા ધાણા અને કાશ્મીરી લાલ મરચું ઉમેરવું. આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવી અને સ્વાદાનુસાર મીઠું ઉમેરવું.

6. કોઇ કેક ટિન (Cake Tin) કે ઊંચી કિનારીવાળી થાળીને તેલ કે ઘીથી ગ્રીસ કરી લો. હવે એમાં તૈયાર કરેલું દૂધી, બેસન અને સોયાબીન વડીનું મિશ્રણ ઉમેરીને સેટ કરો.

7. એક તાવડીમાં પાણી ભરવું અને ઉપર કોઇ ચાળણી કે સ્ટેન્ડ મૂકવું. પાણી ગરમ થાય એટલે આ મિશ્રણ ભરેલું ટિન મૂકી દેવું.

8. એને મધ્યમ તાપે 20 મિનિટ સુધી પકાવી લો. આમ કરવાથી મિશ્રણ સરસ રીતે અંદર સુધી રંધાઇ જશે અને કાચું નહિં રહે!

9. હવે એને બહાર કાઢીને ઠંડુ થવા દો. પછી એક ધારદાર ચપ્પુ વડે એને પનીર જેવા આકારમાં કાપી લો.

10. તમે આ ટુકડાઓને ફ્રાય કર્યા વિના પણ શાકમાં ઉમેરી શકો છો પણ જો સ્વાદ વધારવા માગતા હો તો એને તેલમાં ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરી લેવા.

11. હવે એક પૅનમાં તેલ ગરમ કરીને તમાલપત્ર, લવિંગ, લીલી ઇલાયચી, તજનો ટુકડો અને કાળા મરી ઉમેરો. 3-4 લીલા મરચાં પણ લાંબા સમારીને ઉમેરો. એમાં 2 બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો.

12. ત્યાર બાદ, એમાં 3 ટમેટાની પેસ્ટ, હળદર, સ્વાદાનુસાર મીઠું, કશ્મીરી લાલ મરચું અને ધાણાજીરુ ઉમેરો.

13. આ તમામ વસ્તુઓ સારી રીતે શેકાય અને તેલ છોડે ત્યાં સુધી પકાવી લેવી. તમારે જેટલી થીક ગ્રેવી જોઇએ એ મુજબ પાણી ઉમેરવું અને કોફતાની ગ્રેવી (Kofta Gravy)ને ખદખદવા દેવી.

14. અંતે એમાં ફ્રાય કરેલા પનીર જેવા દૂધીના કોફતા ઉમેરો અને 5 મિનિટ થવા દો. તમે જો તીખાશ પસંદ કરતા હો તો એમાં છેલ્લે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો.

તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ હૅલ્ધી દૂધીના કોફતા…જેને કોથમીરથી સજાવીને તમે પરોઠા કે રાઇસ સાથે સર્વ કરી શકો છો. જો એકવાર એ બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો!


આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!

આ પણ વાંચો: ઓછા તેલમાં ઝટપટ બનતી રેસિપી…સોયાબીન વડી અને ચણા દાળથી બનેલો ટેસ્ટી નાસ્તો..!

આ પણ વાંચો: લોટ અથવા તો મેંદો નહિં…બનાવો સોજીમાંથી આ ક્રિસ્પી ફરસાણ…મહિનાઓ સુધી ખરાબ નહિં થાય..!