Lifestyle/ શી રીતે બનાવવો મોંમાં ઓગળી જાય એવો દૂધીનો હલવો? જબરદસ્ત સ્વાદિષ્ટ રેસિપી…

ચૈત્ર નવરાત્રિના પાવન તહેવારમાં તમે આ સ્વાદિષ્ટ દૂધીનો હલવા (Doodhi Halwa)ની રેસિપી બનાવીને માતા દુર્ગાને પ્રસાદ સ્વરુપે પણ ધરાવી શકો છો…

Trending Food Lifestyle
Doodhi Halwa,પ્રસાદ, તહેવાર, માતા દુર્ગા, ડ્રાય ફ્રુટ્સ

Lifestyle: શું તમે પણ સોજી અને બેસનનો હલવો ખાઇ-ખાઇને કંટાળી ગયા છો? જો તમે ખરેખર આવું મહેસૂસ કરો છો તો તમારે દૂધીનો હલવો (Doodhi Halwa) અવશ્ય બનાવીને રાખવો. દૂધીના હલવા એક એવી મીઠાઈ છે જેમાં હાજર પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય (Health) માટે ઘણા જ ફાયદાકારક સિદ્ધ થાય છે. માત્ર 20 થી 30 મિનિટમાં જ આ ટેસ્ટી દૂધીનો હલવો સર્વિંગ માટે તૈયાર થઇ જશે! તમારી માહિતી માટે જણાવી દઇએ કે, દૂધીનો હલવો બનાવવા માટે , દૂધી, માવો અને ખાંડ…આટલી પાયાની સામગ્રી જોઇશે.

ચૈત્ર નવરાત્રિના પાવન તહેવાર (Chaitra Navratri Festival)માં તમે આ સ્વાદિષ્ટ હલવાની વાનગી (Recipe) બનાવીને માતા દુર્ગા (Nav Durga)ને પ્રસાદ સ્વરુપે પણ ધરાવી શકો છો.

શી રીતે બનાવશો દૂધીનો હલવો? (Doodhi Halwa Recipe)

દૂધીનો હલવો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Doodhi Halwa,પ્રસાદ, તહેવાર, માતા દુર્ગા, ડ્રાય ફ્રુટ્સ

સામગ્રી

2-3 ચમચી ઘી

500 ગ્રામ દૂધી

અડધો કપ માવો

1 કપ દૂધ

અડધો કપ ખાંડ

મનપસંદ ડ્રાયફ્રુટ્સ (બદામ, કાજુ, પિસ્તા વગેરે)

ઇલાયચી પાવડર

Doodhi Halwa,પ્રસાદ, તહેવાર, માતા દુર્ગા, ડ્રાય ફ્રુટ્સ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ દૂધીને છોલી લેવી અને પછી છીણી લો. જ્યારે હલવો બનાવવો હોય ત્યારે જ દૂધીને છીણવી નહિં તો એ કાળી પડી જશે.

2. હવે એક પૅનમાં 2 થી 3 ચમચી ઘી (Ghee) લઇને એમાં છીણેલી દૂધી ઉમેરી દો.

3. આ દૂધીને તમારે લગભગ 2-3 મિનિટ સુધી શેકવાની રહેશે. ત્યાર બાદ એમાં દૂધ ઉમેરી દેવું અને લગભગ 10 મિનિટ સુધી તાવડી કે પેનને ઢાંકીને રાખવી.

4. 10 મિનિટ સુધી એને થવા દેવું અને વચ્ચે-વચ્ચે ચલાવતા રહેવું.

5. જ્યારે દૂધ શોષાઇ જાય ત્યારે એમાં ખાંડ ઉમેરીને જ્યાં સુધી એ સારી રીતે ઓગળીને મિક્સ ન થઇ જાય ત્યાં સુધી થવા દો.

6. ખાંડ ઓગળે એટલે એમાં માવો, ડ્રાય ફ્રુટ (Dry Fruits)ની કતરણ અને ઇલાયચી પાવડર ઉમેરી દેવો.

7. હવે આ હલવાને, જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી, મધ્યમ તાપે હલાવતા રહીને થવા દો.

Doodhi Halwa,પ્રસાદ, તહેવાર, માતા દુર્ગા, ડ્રાય ફ્રુટ્સ

તો તૈયાર છે તમારો ગરમાગરમ દૂધીનો હલવો…જેની મજા તમે માણી શકો છો. બાળકો (Kids)થી માંડીને વડીલો સુધી તમામને આ હલવાનો સ્વાદ અત્યંત પસંદ પડશે! આ મીઠાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ છે એટલો જ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે, પણ મધુપ્રમેહના દર્દીઓ (Diabetic patients)એ એ ખાવાનું ટાળવું અથવા તો સીમિત માત્રામાં ખાવો જોઇએ.

તો હવે જ્યારે પણ તમારું મન હલવો ખાવા લલચાય ત્યારે ફટાફટ આ રેસિપીને ફૉલો કરીને તમે એને સરળતાથી બનાવી શકો છો.


આ પણ વાંચો: નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!

આ પણ વાંચો:  મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

આ પણ વાંચો: ઘરે શી રીતે બનાવશો રેડ વાઇન….આલ્કોહોલ વિના ક્રિસમસ ની સાંજને બનાવો રંગીન…મસ્ત રેસિપી..!