Lifestyle/ શું મઘુપ્રમેહના દર્દીઓ માટે કુટ્ટૂનો લોટ સુરક્ષિત છે ખરો? વિશેષજ્ઞો પાસેથી જાણીએ બ્લડ શુગર પર એની અસરો…

કુટ્ટૂનો લોટ (Buckwheat Flour)નો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ લો હોય છે અને એ ઉપરાંત, એને બનાવવાની પદ્ધતિ અને એની માત્રા તમારું સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો…

Trending Food Health & Fitness Lifestyle
Buckwheat Flour, ડાયાબિટીસ. કુટ્ટૂની પૂરી, ઉપવાસ, લો શુગર

Lifestyle: આહાર વિશેષજ્ઞોના મતે, નવરાત્રિમાં મોટાભાગના લોકો ફરાળમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા કુટ્ટૂનો લોટ (Buckwheat Flour) ખાય છે પરંતુ એ ડાયાબિટીસના દર્દીઓ (Diabetic Patients) માટે પૂર્ણ રીતે સુરક્ષિત છે કે કેમ એનું કેટલી માત્રામાં સેવન કરવામાં આવે છે એની પર નિર્ભર કરે છે!

આ લોટ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ લો (Low Glycemic Index) હોય છે અને એ ઉપરાંત, એને બનાવવાની પદ્ધતિ અને એની માત્રા તમારું સ્વાસ્થ્ય (Health) પર પ્રતિકૂળ અસરો નીપજાવી શકે છે. તો હવે જાણીએ કે, કુટ્ટૂનો લોટ ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓના સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે….

નવરાત્રિ (Chaitra Navratri)ના પાવન દિવસોમાં વ્રત રાખવું એ આસ્થાનો વિષય છે પરંતુ, ડાયાબિટીસના દર્દીઓ માટે એ થોડુંક જોખમભર્યું હોય છે! વ્રત દરમિયાન, ખાણી-પીણી અને જમવાના સમયમાં પરિવર્તન સીધું જ બ્લડ શુગર લેવલ (Blood Sugar Level)ને પ્રભાવિત કરે છે. લાંબા સમય સુધી ખાલી પેટે રહેવું અથવા તો ફક્ત ગળ્યાં ફળ કે વ્રતનો તળેલો આહાર લેવાથી શુગર લેવલ અચાનક વધી કે ઘટી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ ઉપવાસ દરમિયાન કુટ્ટુના લોટનું સેવન કરે છે. હવે પ્રશ્ન એ છે કે, શું એ લોટ સ્વાસ્થ્ય માટે એક બહેતર વિકલ્પ છે કે નહિં?

Buckwheat Flour, ડાયાબિટીસ. કુટ્ટૂની પૂરી, ઉપવાસ, લો શુગર

કુટ્ટૂનો લોટ (Buckwheat Flour)નો ગ્લોયસેમિક ઈન્ડેક્સ કેટલો છે?

ડાયાબિટીસ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, કુટ્ટૂના લોટનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ આશરે 45 થી 55 ની વચેચે હોય છે જેથી એને લૉ કેટેગરીમાં રાખવામાં આવે છે. આનો અર્થ એ છે કે, એ બ્લડ શુગરને ધીમે-ધીમે વધારે છે. આ જ કારણ છે કે, કેટલાય તબીબો એનું સીમિત માત્રામાં સેવન કરવાની સલાહ આપે છે.

પરંતુ આહાર નિષ્ણાત (Dietitian)ના મતે, કેવળ ગ્લાઇસેમિક ઈન્ડેક્સ જ બધું નથી હોતો…એ ફક્ત એ દર્શાવે છે કે, કુલ કેટલી માત્રામાં જે-તે વસ્તુ ખાવાથી શુગર કેટલું વધશે? કુટ્ટૂના લોટમાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ હોય છે આથી એને વધારે માત્રામાં ખાવાથી શુગર લેવલ ઝડપથી વધી શકે છે.

Buckwheat Flour, ડાયાબિટીસ. કુટ્ટૂની પૂરી, ઉપવાસ, લો શુગર

કેટલો અને કેવી રીતે ખાવો?

1. જો ડાયાબિટીસના દર્દીઓ વ્રતમાં કુટ્ટૂનો લોટ ખાઇ રહ્યા હોય તો એક વારમાં 25 ગ્રામની લગભગ એક નાની રોટલી ખાવી.

2. એને આહારમાં એકલો જ ખાવા કરતા પ્રોટીન અને ફેટ (Protein & Fat) જેમ કે પનીર, દહીં અને મગફળી સાથે ખાવો જોઇએ.

3. તળેલી વસ્તુઓ જેમ કે કુટ્ટૂની પૂરીનું સેવન કરવાથી બચવું.

4. બટાટા અથવા હાઈ-કાર્બ ફૂડ્સની સાથે કોમ્બિનેશન ટાળવું.

જો તમે ડાયાબિટીસના દર્દી હો તો નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન લાંબો સમય સુધી ખાલી પેટે ન રહેવું. વ્રતમાં ખવાય એવા નાના-નાના આહાર લો અને શુગરની નિયમિત તપાસ કરાવો.

Buckwheat Flour, ડાયાબિટીસ. કુટ્ટૂની પૂરી, ઉપવાસ, લો શુગર

આહાર નિષ્ણાતની સલાહ

વ્રત દરમિયાન, શુગર લેવલ અચાનક નીચું જવાથી (Hypoglycemia) નું જોખમ રહે છે. આથી કુટ્ટૂનું સેવન કરો તો શુગર નિયમિત ચેક કરાવવી અને તબીબી સલાહ થી પોતાની દવાઓનો ડોઝ નિશ્ચિત કરવો.

કુટ્ટૂનો લોટ ડાટાબિટીસના દર્દીઓ માટે પૂર્ણ પ્રતિબંધિત નથી પણ એની માત્રા અને કોમ્બિનેશન (Dosage and Combination) અત્યંત આવશ્યક છે. જો યોગ્ય અને સીમિત માત્રામાં એનું સેવન કરો તો વ્રત દરમિયાન એ ખાઇ શકાય છે પણ વધુ ખાવાથી શુગર લેવલ વધી શકે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!

આ પણ વાંચો: મિથ્યા છે કે સત્ય…ધુમ્રપાનથી હોઠ કાળા થાય ખરાં? સિગારેટ પીનારા લોકોને નિષ્ણાતોની ચેતવણી અને હૅલ્થ ટિપ્સ..!

આ પણ વાંચો: ઘરે શી રીતે બનાવશો રેડ વાઇન….આલ્કોહોલ વિના ક્રિસમસ ની સાંજને બનાવો રંગીન…મસ્ત રેસિપી..!