Lifestyle/ શું ડાયાબિટીસનો દર્દી સાજો થઇ શકે છે?!! જાણી લો, શું કહે છે એક્સપર્ટ…

ડાયાબિટીસના દર્દી સાજો થઇ શકે? હાલમાં લગભગ 12% લોકો ડાયાબિટીસથી પિડીત છે… યુવા વર્ગ પણ એની ઝપેટમાં આવી ગયો છે….

Trending Health & Fitness Lifestyle

Lifestyle: કેવળ ભારત (India)માં જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓ (Diabetic Patients)ની સંખ્યા સતત વધી રહી હોવાના આંકડા ચોંકાવનારા છે! દુ:ખની વાત એ છે કે, મધુપ્રમેહ નામના આ રોગે યુવાપેઢીને પણ ભરડામાં લીધી છે. આવા સંજોગોમાં બધા લોકોના મનમાં એક સવાલ તો અવશ્ય ઉઠતો જ હશે કે શું ડાયાબિટીસના દર્દીને સાજો (Diabetes Cure) કરી શકાય ખરો? તો ચાલો, આ અંગે ડાયાબિટીસ એક્સપર્ટનો શો મત છે એ અંગે જાણીએ…

સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને યુવા વર્ગ (Youth) પણ એની ઝપેટમાં આવી ગયો છે. હાલમાં લગભગ 12% લોકો ડાયાબિટીસથી પિડીત છે. આવા સંજોગોમાં ડાયાબિટીસ વિશે જનજાગૃતિ વધારવા માટે દર વર્ષે 14 નવેમ્બરે ‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’ (World Diabetes Day, 14 November) મનાવવામાં આવે છે. આ દિવસે વર્ષ 1921માં ઇન્સ્યુલિનના કો-રિસર્ચર સર ફ્રેડરિક બેટિંગ (Sir Frederick Batting)નો જન્મદિન પણ છે. પરંતુ શુ તમને ખબર છે કે, છેલ્લાં કેટલાય વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત આટલી ઝડપે કેમ વધી છે? વાસ્તવમાં અયોગ્ય જીવનશૈલી (Unhealthy Lifestyle), ખરાબ ખાણી-પીણી (Bad Food Habits) અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ (Health Problems)ના કારણે દર્દીઓનો આંક વધી રહ્યો છે. શું ડાયાબિટીસને ખરેખર ઠીક કરી શકાય કે નહિં એ વિશે દેશના એક વરિષ્ઠ ડાયાબિટીસ એક્સપર્ટ (Diabetes Expert) પાસેથી જાણીશું.

ડાયાબિટીસ ક્યારે થાય છે?

ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે કોશિકાઓની ઊર્જા માટે, રક્ત શર્કરા અર્થાત્ બ્લડ શુગરનો વપરાશ કરવામાં મદદ કરે છે. જ્યારે તમારું શરીર પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન (Insulin) બનાવી શકતું નથી અથવા તો શરીરમાં જે ઇન્સ્યુલિન બને એનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતું ત્યારે ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે.

ટાઇપ 1-ડાયાબિટીસ

આ એક ઑટોઇમ્યૂન પરિસ્થિતિ છે જેમા, શરીરની રોગ પ્રતિકારક પ્રણાલી (Immune system) પૅન્ક્રિયાઝ (સ્વાદુપિંડ)માં ઇન્સ્યુલિન બનાવનારી કોશિકાઓનો ભૂલથી નાશ કરી નાખે છે અને એના કારણની અત્યાર સુધી ખબર પડી નથી પરંતુ એમાં આનુવંશિક પરિબળો (Genetic Factors) અને વાયરલ સંક્રમણો (Viral infections) પણ સામેલ હોઇ શકે છે!

ટાઇપ 2-ડાયાબિટીસ

આ એક સામાન્ય રીતે જોવા મળતા ડાયાબિટીસનો પ્રકાર છે. આ પ્રકારમાં શરીરની કોશિકાઓ ઇન્સ્યુલિન પ્રત્યે ઉચિત પ્રતિક્રિયા દાખવી શકતી નથી અને સમય જતાં સ્વાદુપિંડ (Pancreas) ઇન્સ્યુલિન બનાવવાનું ઓછું કરી નાખે છે અને આમ બનવા પાછળનું મુખ્ય કારણ છે આપણી અયોગ્ય જીવનશૈલી..!

ડાયાબિટીસના લક્ષણો

1. વારંવાર, ખાસ કરીને રાત્રે પેશાબ (Urine) લાગવો

2. ખૂબ જ તરસ લાગવી

3. વધારેપડતી ભૂખ લાગવી

4. અચાનક વજન (Weight) ઓછું થવું

5. થાક અને કમજોરી (Weakness) લાગવી

6. આંખોમાં ધૂંધળાપણું છવાવું કે દ્રષ્ટિ નબળી થવી

7. ઘા રુઝાવા ( Slow Healing of Wounds)માં વાર લાગવી

8. વારંવાર ચેપ (Infection) લાગવો

9. હાથ-પગમાં ઝણઝણાટી થવી કે ખાલી ચડવી

ડાયાબિટીસ ક્યારે ઠીક થાય?

ડાયાબિટીસના નિષ્ણાત તબીબના મતે, ડાયાબિટીસને તદ્દન ઠીક કરી શકાય છે પરંતુ, એ બે વસ્તુઓ પર નિર્ભર કરે છે. એક તો એ કે, ડાયાબિટીસ ઘણા લાંબા સમયથી ન હોવો જોઇએ. જો કોઇ દર્દીને એક અથવા બે વર્ષથી ટાઇપ-2 ડાયાબિટીસ હોય તો એને તદ્દન ઠીક કરી શકાય છે. એ માટે દર્દીએ ખાન-પાનની ટેવોમાં પરિવર્તન સહિત, પોતાની સમગ્ર જીવનશૈલીમાં પરિવર્તન કરવાની જરુર છે અને બીજું એ કે જ્યારે કોઇ દર્દીએ છેલ્લાં એક વર્ષમાં પોતાના વજનના 10% થી પણ વધુ વજન ગુમાવ્યું હોય ત્યારે ડાયાબિટીસને ઠીક કરી શકાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!