Not Set/ જુઓ વિડીયો, બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ હેરીએ પત્નીની ઇવેન્ટમાંથી ચોર્યું સમોસું

સમોસું દરેક ભારતીયનો મનગમતો નાસ્તો છે પરંતુ માત્ર ભારતીય જ નહિ પરંતુ બ્રિટનના પ્રિન્સ હેરીને પણ સમોસા ઘણા પ્રિય છે તેવું આ વાયરલ વિડીયો પરથી લાગી રહ્યું છે. બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ હેરીનો એક વિડીયો ઈન્ટરનેટ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિન્સ હેરી સમોસું છૂપાવીને લઈ જઈ રહ્યાં છે તેવું દેખાઈ રહ્યું છે. […]

Top Stories World Trending

સમોસું દરેક ભારતીયનો મનગમતો નાસ્તો છે પરંતુ માત્ર ભારતીય જ નહિ પરંતુ બ્રિટનના પ્રિન્સ હેરીને પણ સમોસા ઘણા પ્રિય છે તેવું આ વાયરલ વિડીયો પરથી લાગી રહ્યું છે.

બ્રિટનના રાજવી પરિવારના પ્રિન્સ હેરીનો એક વિડીયો ઈન્ટરનેટ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિન્સ હેરી સમોસું છૂપાવીને લઈ જઈ રહ્યાં છે તેવું દેખાઈ રહ્યું છે.

ITV Newsએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોને શેર કરતા ન્યૂઝ ચેનલે લખ્યું કે, ‘ભૂખ્યા પ્રિન્સ હેરી કુકબુકના લોન્ચિંગ કાર્યક્રમમાં સ્નેક લઈને જતા રંગેહાથ ઝડપાઈ ગયા.’

એક ઇવેન્ટમાં જયારે પ્રિન્સ હેરીના પત્ની મેગન મર્કલ ઉપસ્થિત લોકો સાથે વાતો કરવામાં વ્યસ્ત હતા ત્યારે પ્રિન્સ સમોસાને છુપાવીને લઇ જતા જડ્પાઈ ગયા હતા. આ સમોસું તેઓ તેમની છુપાવીને ગાડીમાં બેઠા ત્યાં સુધી સાથે રાખ્યું હતું.