Lifestyle/ વધારે પડતા પ્રોટીનથી ખરેખર તાકાત વધે ખરી? હાર્ટ પર શી અસર કરે છે? જાણીએ, એક્સપર્ટ પાસેથી..!

યુવાનો બોડી બિલ્ડર જેવું શરીર બને એ માટે પ્રોટીનસભર ખોરાક અથવા તો સપ્લીમેન્ટ્સ લેતા હોય છે. પરંતુ, એક માત્રાથી વધારે પ્રોટીન તમને ફાયદાને સ્થાને નુકસાન…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: આપણે સૌ એટલું તો જાણીએ જ છીએ કે મસલ્સ (Muscles) બનાવવા માટે પ્રોટીન (Protein) અત્યંત આવશ્યક છે. યુવાનો બોડી બિલ્ડર જેવું સ્નાયુબદ્ધ શરીર બને એ માટે પ્રોટીનસભર ખોરાક અથવા તો પ્રોટીન સપ્લીમેન્ટ્સ (Supplements) લેતા હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે એક માત્રાથી વધારે પ્રોટીન તમને ફાયદાને સ્થાને નુકસાન પહોંચાડી શકે છે? ચાલો જાણીએ પ્રોટીન અંગે એક્સપર્ટની શી સલાહ છે?

શરીર પર પ્રોટીનની અસરો એ વિષય પર વૈશ્વિક સ્તરે અનેક અભ્યાસ થયા છે, કેવળ સ્ટડી જ નહિં પણ કેટલાય મેટા-એનાલિસિસ (Meta Analysis) પણ થયા છે. આ તમામ અધ્યયનો દ્વારા એક બાબત સ્પષ્ટ છે કે, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ (Resistance Training)ની અર્થાત્ વેઇટ ટ્રેનિંગ (Weight Training)ની સાથોસાથ જો પ્રોટીનની માત્રા વધારવામાં આવે તો એનો થોડોક ફાયદો અવશ્ય થાય છે. પરંતુ કેટલાક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે પ્રોટીન વધારવાથી શરીર પર કોઇ ખાસ અસર પડતી નથી.

વધુપડતા પ્રોટીન સેવન પર અભ્યાસનો નિષ્કર્ષ

2018ના એક મેટા-એનાલિસિસમાં એક વાત જાણવા મળી હતી કે પ્રોટીન સપ્લીમેન્ટ્સથી નિ:શંકપણે સ્નાયુઓ અને શક્તિમાં વૃદ્ધિ થાય છે પરંતુ એ પણ એક સિમિત માત્રામાં જ! આનો નિષ્કર્ષ એવો હતો કે તમારા શરીરના વજન (Body Weight)ના હિસાબે જ પ્રોટીનનું સેવન કરવું યોગ્ય છે. શરીરના વજનના પ્રતિ કિલોગ્રામ દીઠ 1.62 ગ્રામ સુધી જ પ્રોટીનનું સેવન કરવું જોઇએ. જો કે તાજેતરના એક સાયન્ટિફીક અભ્યાસ (Research)માં આ અધિકતમ સીમાને ઘટાડીને 1.1 ગ્રામ પ્રતિ કિલોગ્રામ દર્શાવવામાં આવી છે.

પેશાબ દ્વારા વધારાનું પ્રોટીન નીકળી જાય છે

અભ્યાસમાં આ બાબત અંગે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જો કોઇ જરુરી માત્રાથી અધિક પ્રોટીનનું સેવન કરે તો એનો કોઈ પણ પ્રકારનો વધારાનો ફાયદો નથી મળતો! કારણ કે શરીર મૂત્ર (Urine) વિસર્જન દ્વારા એનો શરીરની બહાર નિકાલ કરી દે છે.

આ જ પ્રમાણે ક્રિએટીન (Creatine) પણ ત્રણ પ્રકારના એમિનો એસિડ (Amino Acid)થી બનેલું હોય છે અને ઘણી વાર બોડી બિલ્ડર્સ બનવાના ઇચ્છુક લોકોને સપ્લીમેન્ટ તરીકે વેચવામાં આવે છે. આ ઘટક પણ મસલ્સને ઝડપભેર વધારવામાં મદદરુપ બને છે પરંતુ વેઇટ ટ્રેનિંગની સાથે લેવાથી જ એનો ફાયદો પ્રાપ્ત કરી શકાય છે.

પોષણવિદ્ ક્લૅટની સલાહ

“રેઝિસ્ટન્સ ટ્રેનિંગ 99 ટકા નહિં પણ 90 ટકા તો કામ કરે જ છે અને વધારાનું વધારાનું પ્રોટીન તો કેવળ બૂસ્ટીંગનું કાર્ય કરે છે.”

હવે વાત કરીએ પ્રોટીનની તો એનો કેટલો ફાયદો મળશે એ તો એના સ્ત્રોત પર જ નિર્ભર છે. શું એ તમે આહાર (Diet)માં લો છો કે પછી સપ્લીમેન્ટના સ્વરુપે? એ પ્રાણીજન્ય છે કે પછી વનસ્પતિજન્ય (Animal Based or Plant Based Protein)? ઘણી વાર તો અમુક અભ્યાસમાં ડાયેટ તથા સપ્લીમેન્ટ મળીને કુલ પ્રોટીન સેવનની માત્રા કે વિવરણ સુદ્ધાં હોતું નથી. આથી આવા રિસર્ચ પર પૂર્ણ રીતે ભરોસો કરવા યોગ્ય નથી.

શું વધારે પ્રોટીન ખાવું નુકસાનજનક હોય છે?

પ્રોટીન વધારે પડતી માત્રામાં લેવાથી હૃદયને લગતી બીમારીઓ (Heart Diseases)માં વૃદ્ધિ થાય છે. કેટલાક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે હાઈ-પ્રોટીન ડાયેટ લેવાથી કાર્ડિયોવૅસ્ક્યુલર જોખમ (Cardiovascular Risk) વધી જાય છે. જો કે, મોટા ભાગના ઑબ્ઝર્વેશનલ રિસર્ચમાં આવી કોઇ સ્પષ્ટ લિંક મળતી નથી.

એનિમલ કે પ્લાન્ટ બેસ્ડ…બંનેમાંથી કયું પ્રોટીન મસલ્સ માટે યોગ્ય?

મોટે ભાગે એનિમલ પ્રોટીન શરીરમાં વધારે સરળતાપૂર્વક અવશોષિત (Absorb) થાય છે અને કેટલાક રિસર્ચ સ્ટડી અનુસાર એને મસલ્સના વિકાસ માટે વધારે ઉપયુક્ત માનવામાં આવ્યું છે. બીફ ઇન્ડસ્ટ્રી (Beef Industry) દ્વારા કરાયેલા એક અભ્યાસ મુજબ, ઑમ્નિવોર અને વિગન ડાયેટ (Omnivore & Vigan Diet)ની સરખામણી કરવામાં આવેલી છે. આ બંનેમાં પ્રોટીનની માત્રા સમાન જણાઇ હતી. નવ દિવસની રેઝિસ્ટન્સ ટ્રેનિંગ બાદ મસલ્સ માટે જરુરી પ્રોટીન સિન્થેસિસમાં કોઇ જ ફરક જણાયો ન હતો!

પોષણ વિશેષજ્ઞ ક્લૅટ (Nutritionist Klatt) એમ પણ જણાવે છે કે, સપ્લીમેન્ટ્સ જુદી વસ્તુ છે. જ્યારે પ્રોટીનને અલગ પાડી દેવામાં આવે ત્યારે એ શરીર દ્વારા ઝડપથી અવશોષિત થાય છે. જેમ કે તમે ચણાની બનેલી કોઇ અન્ય વાનગી સિવાય ચણા ખાવાથી વધારે પ્રોટીન પ્રાપ્ત થશે.

તમે કેટલું પ્રોટીન ખાઓ છો?

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના ફૂડ એન્ડ ડ્ર્ગ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અનુમાન પ્રમાણે, એક અમેરિકન દરરોજ સરેરાશ અડધો પાઉન્ડ માંસ એના આહારમાં લે છે અને એમાં ઇંડા, ડેરી પ્રોડક્ટ્સ અને વનસ્પતિજન્ય પ્રોટીન (Eggs, Dairy Products) સામેલ નથી. આનો એ અર્થ થયો કે મોટા ભાગના લોકો પ્રોટીનને પર્યાપ્ત માત્રામાં લઇ રહ્યાં છે.

પ્રોટીનના વિષયમાં એક વાત અચૂક યાદ રાખવી કે જો તમે આવશ્યક માત્રામાં પ્રોટીનનું સેવન કરવા માગતા હો તો તમારે આ આવશ્યક માત્રા કે એથી ઓછી માત્રામાં જ એને લેવું જોઇએ અને એનાથી વધારે પ્રોટીનનું સેવન હિતકારી નથી.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!