Lifestyle/ વજન ઘટાડવું છે? ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો ટ્રેન્ડ તમને હાર્ટ એટેક પણ આપી શકે છે!!!

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, લાંબા ગાળાનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હાર્ટ એટેક અને મૃત્યુના જોખમ (Death Risk)ને 91% સુધી વધારી શકે છે.

Trending Health & Fitness Lifestyle

Lifestyle: કેટલાક હૅલ્થ રિપોર્ટ્સ જણાવે છે કે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ (Intermittent Fasting)નો ડાયેટ પ્લાન આપનાવવાથી હૅલ્થ સુધરી શકે છે, જ્યારે અમુક રિસર્ચ લાંબા સમય સુધી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાથી હૃદયરોગ અને અચાનક મોત થવાની સંભાવનાઓ વધી શકે છે એવી ચેતવણી આપે છે

સાંપ્રત સમયમાં, સમગ્ર વિશ્વ અનેક પ્રકારની ક્રૉનિક બીમારીઓની ઝપેટમાં છે. આના મુખ્ય કારણોમાં અનિયમિત અને બેઠાડું જીવનશૈલી (Sedentary Lifestyle), સ્થૂળતા (Obesity), ખાણી-પીણીમાં ગરબડ (Uncontrolled Diet) વગેરેને જવાબદાર ગણવામાં આવે છે. રિસર્ચ જણાવે છે કે, જો આપણે ફક્ત આહારલક્ષી ટેવો (Food Habits)માં જ સુધારો કરી લઇએ તો, બીમારીઓના ખતરાને ઘણા અંશે ઓછો કરી શકાય એમ છે.

આ જ કારણથી હવેના સમયમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, ફિટનેસ અને વજન ઘટાડવાનો ટ્રેન્ડ ચાલ્યો છે! રિસર્ચ પણ જણાવે છે કે, આનાથી ફક્ત વજન જ નહિં પરંતુ, બ્લડ શુગર પણ કંટ્રોલ થાય છે ઉપરાંત, ચયાપચય અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ઘણી સારી અસર થાય છે.

અહિં ખતરો એ બાબતનો છે કે, જાણે જાદુની છડી ફરશે અને રાતોરાત વજન ઘટી જશે એવું સમજીને લોકો એને આડેધડ ફૉલો કરી રહ્યાં છે! દરેક સિક્કાના બે પાસા હોય છે જે અનુસાર, કેટલાક હૅલ્થ રિપોર્ટ્સ જણાવે છે કે ઇન્ટરમિન્ટટ ફાસ્ટિંગનો ડાયેટ પ્લાન આપનાવવાથી હૅલ્થ સુધરી શકે છે, જ્યારે અમુક રિસર્ચ લાંબા સમય સુધી એ બાબતની ચેતવણી આપે છે કે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાથી હૃદયરોગ અને અચાનક મૃત્યુ થવાની સંભાવનાઓ વધી શકે છે!

અર્થાત્ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના લાભ અવશ્ય થાય જ છે પરંતુ, આમ કરવું દરેક વ્યક્તિ માટે લાભકારક હોતું નથી. જો તમે પણ એને ફૉલો કરી રહ્યાં હો તો આ લેખ તમને મદદરુપ થઇ શકે છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની ચોમેર ચર્ચાઓ

હાવર્ડ મેડિકલ સ્કૂલ 2020ના રિપોર્ટ મુજબ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ દ્વારા વજન અને પેટની ચરબી ઓછી થઇ શકે છે, બીપી અને ઇન્સ્યુલિનનું લૅવલ કંટ્રોલમાં રહે છે, સોજા ઓછા થાય છે જેનાથી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હાલમાં લોકો દ્વારા ઘણો સ્વીકાર્ય પ્લાન બની ચૂક્યો છે જેમાં, તમારે દિવસમાં કેટલાક કલાક જમવાનું અને બાકીના સમયમાં ઉપવાસ રાખવાનો હોય છે. એ તમારા ભોજનના સમયપત્રક સંબંધી પ્લાન છે જેનો એક સરળ નિયમ છે 16:8 નું પાલન કરવું અર્થાત્ 16 કલાક સુધી ઉપવાસ રાખવો અને 8 કલાક દરમિયાન ભોજન કરવું.

‘અમેરિકન હાર્ટ એસોસિએશન’ દ્વારા હાથ ધરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, પોતાની પ્રકૃતિ જાણ્યા વિના કેવળ લોકોની દેખાદેખી તમે પણ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરી રહ્યાં છો તો, એ તમને ફાયદાને સ્થાને નુકસાન વધુ પહોંચાડી શકે છે! આ અભ્યાસના તારણો મુજબ, જે વ્યક્તિઓ 8 કલાકના સીમિત સમયગાળામાં ભોજન કરતા હોય અને બાકીના કલાકોમાં કશું જ ન ખાતા હોય તો એમના કિસ્સામાં, હૃદયરોગ (Heart Attack)થી અવસાન થવાનો ખતરો 91% વધારે હોય છે!

હૃદયરોગ તથા મૃત્યુનું જોખમ

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી થનારા ફાયદાની ઠેર-ઠેર ચર્ચા થઇ રહી છે ત્યારે ‘જર્નલ ઑફ અમેરિકન હાર્ટ એસોશિએશન’ દ્વારા હાથ ધરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, લાંબા ગાળાનું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હૃદય સંબંધી બીમારીઓ જેવી કે હાર્ટ એટેક અને મૃત્યુના જોખમ (Death Risk)ને 91% સુધી વધારી શકે છે.

20,000 થી વધુ પુખ્ત વ્યક્તિઓ પર કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું હતુ કે, જે વ્યક્તિઓ 8 કલાકના સીમિત સમયગાળામાં ભોજન કરતા હોય અને બાકીના કલાકોમાં કશું જ ન ખાતા હોય તો એમના કિસ્સામાં, હૃદયરોગથી અવસાન થવાનો ખતરો 91% વધારે હોય છે! વળી, જે લોકો અગાઉથી જ હૃદયરોગ અથવા તો કેન્સરથી પીડાતા હોય એમનામાં આવા સંભાવિત જોખમો ઓર વધી શકે છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો શરીર પર પ્રભાવ

ચીન ખાતે આવેલી ‘શાંઘાઇ જીઓ ટોંગ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિન’ માં મહામારી વિજ્ઞાન ના પ્રોફેસર, સંશોધક અને લેખક વિક્ટર વેન્જે ઝોંગ ના કહેવા મુજબ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના દીર્ઘકાલીન પ્રભાવોને સમજવા માટે કરવામાં આવેલા અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે, એનાથી હૃદયરોગના જોખમમાં વૃદ્ધિ થાય છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો મુખ્ય હેતુ હોય છે, કૅલરી કંટ્રોલ. પરંતુ, ઘણા લાંબા સમય સુધી એને નિયંત્રિત કરવાથી રક્ત શર્કરા (Blood Sugar)નું સ્તર ઓછું થઇ શકે છે, જેનાથી હૃદયના ધબકારા વધી જાય છે. જો લાંબો સમય ખાધા વિના આખો દિવસ કામ કર્યા કરીએ તો, હૃદયના ધબકારાની ગતિ વધી જવાની સંભાવનાઓ ઉત્પન્ન થાય છે.આ પ્રકારે ધબકારા અનિયમિત થયા કરે તો હૃદયના સ્વાસ્થ્ય પર લાંબા ગાળે એનો દુષ્પ્રભાવ જોવા મળે છે.

પ્રજનન ક્ષમતા પર નકારાત્મક પ્રભાવો

હૃદયની તંદુરસ્તી પર એના દુષ્પ્રભાવો ઉપરાંત, એક અન્ય અભ્યાસમાં સંશોધકોને એવા તારણો પ્રાપ્ત થયા કે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ મહિલાઓના પ્રજનન હોર્મોન્સને પણ અસર કરે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, જે મહિલાઓ એને અપનાવે છે એમનામાં માતા બનવા સંબંધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. હોર્મોનલ અસંતુલન (Hormonal Imbalance)ના કારણે પ્રજનનની સાથોસાથ, શરીરમાં અન્ય ગંભીર જોખમો ઊભા થઇ શકે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ આહાર પ્રણાલીના કારણે શરીર માટે જરુરી હોર્મોનના ઉત્પાદનમાં કમી આવે છે, જેની ગર્ભાશયની કાર્યક્ષમતા અને ઈંડાની ગુણવત્તા પર પણ અસર થાય છે.એવામાં, ડૉક્ટરની સલાહ લીધા વિના આવા પ્રયોગો કરવાથી બચવું જોઇએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!