રાજ્યમાં કોરોનાનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 228 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,21,659 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોનાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 10,028 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 874 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,05,542 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6,579 છે. રાજ્યમાં રીકવરી રેટ 97.98 છે.
હાલમાં 2,18,71,920 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 3,24,615 લોકોને વેક્સિન આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 40 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 30 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 14 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 13 કેસ, જ્યારે ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 18 કેસ અને ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે.



