Navratri 2024/ શારદીય નવરાત્રિ આ રાશિના લોકોના જીવનમાં લાવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

ત્યારે આ નવ દિવસ કઈ રાશિઓને કેવા ફળ મળશે તે જાણીએ.

Trending Navratri 2024 Religious Rashifal Dharma & Bhakti

Dharma: આજથી શારદીય નવરાત્રિનો (Shardiya Navratri) પ્રારંભ થયો છે. માતાજીના નવરાત્રિના નવ દિવસ ભક્તિ કરવાનો અવસર આવ્યો છે ત્યારે આ નવ દિવસ કઈ રાશિઓને કેવા ફળ મળશે તે જાણીએ.

Ambe Maa | शून्यस्यः | Flickr

મેષ

મહેનત કરવાથી આત્મવિશ્વાસ વધશે. નોકરી-ધંધામાં આગળ વધશો, સમજદારીપૂર્વક કામ કરશો તો ફાયદો થશે. રોકાણ કરવાથી ફાયદો થાય. બજેટ મુજબ આગળ વધશો. ખરાબ માણસોથી અંતર કેળવો, સેવા ક્ષેત્રે ફાયદો થાય, ઉતાવળ કરવાથી નુકસાન થવાની સંભાવનાઓ વધુ છે. તર્ક-તથ્ય પર ભરોસો કરવો.

વૃષભ

બધા ક્ષેત્રોમાં સારૂ પ્રદર્શન કરશો. મનવાંચ્છિત ફળ મળવાથી સફળતાના યોગ જણાય. મહત્વના કાર્યો ઝડપથી પૂર્ણ થશે. વ્યાવસાયમાં કાર્યક્ષમ રહેશો. યોજનાઓ પૂર્ણ થશે. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરશો. નકામી વસ્તુઓ ટાળો. ભણતર પર ભાર આપવો. સારી તકો મળે, અંગત સંબંધો સુધરશે. નફામાં વધારો થાય.

મિથુન

પરિવારના સભ્યો વચ્ચે સમાનતા જાળવી રાખો. પૂર્વગ્રહથી મુક્ત રહો. બાપ-દાદાને લગતી બાબતોમાં વધુ ધ્યાન આપશો, વડીલોનો સહયોગ મળશે. સાદગી જાળવશો. સમય સુધારશે. કામકાજમાં વધુ ધ્યાન આપશો. અંગત બાબતો પર ધ્યાન વધશે. બધાને આદર અને સત્કાર આપો. દલીલબાજી કે વાદ-વિવાદથી અંતર રાખો. ઘરમાં શુભતા વધારવાના પ્રયાસો જાળવી રાખશો.

કર્ક

યાત્રાઓ કરવાનો સમય આવે, બધાની જોડે તાલમેલ વધારવાના પ્રયાસો કરશે. સગાઓનો સહયોગ મળશે. સંપર્ક વધશે. જોઈતી માહિતી પ્રાપ્ત થશે. સ્વજનો સાથે સમય પસાર થશે. હિંમત અને બહાદુરી જાળવી રાખશો. સામાજિક અને વ્યાવસાયિક બાબતોમાં બધાને સાથે રાખશો. સાનુકૂળ વાતાવરણનો લાભ મળે, નજીકના લોકોની મદદ મળે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય, લાંબાગાળાની યોજનના સફળ થાય.

સિંહ

બધા સાથે સારી રીતે સમય પસાર થશે. યાદગાર પળો પસાર થશે. સારી દિનચર્યા રાખવાથી આગળ ફાયદો થશે, સારી તક મળવાથી લાભ જણાય. સમજણપૂર્વક કામ કરશો. પરિજનોની સલાહથી આગળ વધશો. બધાનો સાથ અને સહકાર મળશે. આત્મવિશ્વાસ વધશે. કિંમતી ભેટ મળી શકે છે. ગેરમાર્ગે દોરાશો નહીં.

કન્યા

આવકના નવા સ્ત્રોત બનશે. પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરશો. કલાત્મક કૌશલ્ય મજબૂત થશે. આધુનિક વિચારસરણી રાખવાથી ફાયદો થાય, પદ અને પ્રતિષ્ઠા મળે,લોકપ્રિયતા વધશે. વ્યક્તિત્વ વ્યવહાર પ્રભાવશાળી રહેશે. રચનાત્મક કાર્યમાં પહેલ જાળવશો. જવાબદારીઓ ઉત્સાહથી પૂરી કરશો. પોતાની વાત અસરકારક રીતે રજૂ કરશો. ભવ્યતામાં વધારો થશે. પ્રતિષ્ઠા અને માન જળવાશે. બધાને સાથે લઈને ચાલશો.

તુલા

સરળ રીતે આગળ વધશો. નોકરીમાં સારૂ પદ મળે. નીતિ નિયમોનું સાતત્ય જાળવવું. દાનમાં રસ રહેશે. અનુશાસન પર ભાર મૂકશો. દુશ્મનો તમારા પર હાવી થઈ શકે છે, નાણાકીય બાબતો સરળ રહેશે. સંયમી બનો. આર્થિક અને વ્યવસાયિક બાબતોમાં બેદરકારી ન રાખો. રોકાણ અને ખર્ચ વધી શકે છે. ઘરમાં સુમેળ રહેશે. ઉધાર લેવાનું ટાળો. બજેટ બનાવો અને આગળ વધો.

વૃશ્ચિક

કાર્ય અને વ્યવસાય અસરકારક રહેશે. પરીક્ષા સ્પર્ધામાં અસરકારક રહેશો. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સારો દેખાવ કરશો. વિસ્તરણ યોજનાઓને વેગ મળશે. સમજદારીથી કામ કરશો. નાણાકીય પ્રયાસોને વેગ મળશે. પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે. પહેલ કરવાની ભાવના રહેશે. વ્યાવસાયિકોનો વિશ્વાસ જીતી શકશો. કામમાં ખાનદાની જાળવશો. મેનેજમેન્ટ એલર્ટ પર રહેશો. મહત્વપૂર્ણ કાર્યો ઝડપી પૂરા કરશો. મિત્રોને સાથે રાખવાના પ્રયાસો થશે. કોઈ પણ સંકોચ વિના આગળ વધવાનું ચાલુ રાખશો.

ધન

પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સન્માન થઈ શકે છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. સફળતા મેળવવામાં આત્મવિશ્વાસ વધશે. પ્રબંધન કાર્યોમાં શુભતાની લહેર રહેશે. પ્રણાલીગત સ્પષ્ટતા વધારશો. તંદુરસ્ત સ્પર્ધા રાખો. આશંકાઓથી બચો. મેનેજમેન્ટના ક્ષેત્રમાં ઇચ્છિત લક્ષ્યોને પ્રાપ્ત કરશો. નાણાકીય અને વહીવટી બાબતોને સંભાળવામાં સફળતા મળશે. પારિવારિક બાબતો અનુકૂળ રહેશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મકતા રહેશે. ચારે બાજુ ગતિ જળવાશે. કાર્યમાં આત્મવિશ્વાસ વધશે. સફળતાઓથી ઉત્સાહિત રહેશો.

મકર

પ્રવાસ અને મનોરંજનમાં રસ રહેશે. લાંબા અંતરની મુસાફરીની સ્થિતિ રહેશે. વડીલોના સહયોગથી આગળ વધશો. સફળતા તરફ ઝડપથી આગળ વધશો. મહત્વપૂર્ણ કાર્યોમાં ઝડપ આવશે. દરેક સાથે સંપર્કમાં રહેશો. આ સમય ભાગ્યશાળી છે. મહાન વિચાર અને નમ્રતા જાળવી રાખશો. નોકરી અને ધંધો સારો રહેશે. લાંબા ગાળાના વિષયોમાં પ્રવૃત્તિ વધારશો. વિવિધ પ્રયાસોને ગતિ મળશે. વિશ્વાસ અને આસ્થામાં શક્તિ મળશે. ભાઈચારો જળવાઈ રહેશે. સામાજિક મુદ્દાઓમાં સક્રિયતા બતાવશો.

કુંભ

પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વાતોમાં ગંભીરતા બતાવશો. સહનશીલ રહેશો. આર્થિક ક્ષેત્રોમાં આકસ્મિકતા રહેશે. શિસ્તનું પાલન જાળવો.જવાબદારો પાસેથી શીખશો અને સલાહ આપશો. વાણી અને વર્તનનું સંતુલન વધશે. સમજદારીપૂર્વક આગળ વધશો. મિત્રો તરફથી સહયોગ જળવાઈ રહેશે. ધીરજ સાથે આગળ વધતા રહેશો. મહેમાનોનો ધસારો ચાલુ રહી શકે છે. વર્તનમાં સ્વયંસ્ફુરિતતા અને જાગૃતિ વધારો. સ્વાસ્થ્યના સંકેતોને અવગણશો નહીં.

મીન

માન-સન્માન વધશે. દરેકનો વિશ્વાસ જીતી લેશો. નેતૃત્વને પ્રોત્સાહન મળશે. આર્થિક પ્રયાસોને વેગ મળશે. યોજનાઓ પૂર્ણ થશે. ભાગીદારી સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. વિવિધ પ્રયાસો જાળવી રાખશો. ટકાઉપણા પર ભાર મૂકવામાં આવશે. મહત્વપૂર્ણ ચર્ચા અને વાતચીતમાં અસરકારક રહેશો. તમારું સ્ટેન્ડ સારી રીતે રજૂ કરશો. ઔદ્યોગિક કાર્યમાં ભાગીદારી વધશે. કામના વિસ્તરણની તકો મળશે. મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેશો. પરસ્પર સહયોગ ચાલુ રહેશે. મકાનના કામકાજને વેગ મળશે. વિવિધ કાર્યોમાં ગતિ રાખશો.

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રિના પહેલા દિવસે શા માટે જવ વાવવામાં આવે છે, જાણો મહત્વ

આ પણ વાંચો:નવરાત્રીમાં માં અંબેના 9 સ્વરૂપો અને તેમની મહિમાને જાણો

આ પણ વાંચો:નવરાત્રી ક્યારે છે અને જાણો શા માટે ઉજવવામાં આવે છે…