Not Set/ કોલકત્તાના પોલિસ કમિશનર સામે પુરાવા લાવવા સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી તાકિદ

દિલ્હી, સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર શારદા ચીટ ફંડ કોંભાડના મામલામાં કોલકત્તા પોલીસ કમીશનર રાજીવ કુમારની સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેના પર હવે મંગળવારના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અરજીમાં સીબીઆઇએ કહ્યુ છે કે રાજીવ કુમારને તપાસમાં સહકાર કરવા માટે કોર્ટ તરફથી આદેશ આપવામાં આવે તે જરૂરી છે. સરકાર […]

Top Stories Trending

દિલ્હી,

સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર શારદા ચીટ ફંડ કોંભાડના મામલામાં કોલકત્તા પોલીસ કમીશનર રાજીવ કુમારની સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેના પર હવે મંગળવારના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અરજીમાં સીબીઆઇએ કહ્યુ છે કે રાજીવ કુમારને તપાસમાં સહકાર કરવા માટે કોર્ટ તરફથી આદેશ આપવામાં આવે તે જરૂરી છે.

સરકાર વતી રજુઆત કરતાં સોલિસેટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોલકત્તા શારદા ચીટ ફંડ કેસમાં કોલકત્તાના પોલિસ કમિશનર આરોપી છે.અમને શંકા છે કે તે પુરાવાનો નાશ કરી કરી શકે છે.તેમણે સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટરને પણ હોસ્ટજ કરવામાં આવ્યા હતા.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કહ્યું કે કોલકત્તા પોલિસ પુરાવાનો નાશ કરી રહી છે તેવા કોઇ પુરાવા નથી.તમે અમને પુરાવા આપો અમે તેમની સામે એવા કડક પગલાં લઇશું કે તે કદી નહીં ભુલે.

સીબીઆઇ દ્વારા રાજીવ કુમાર પર પુરાવાને ખતમ કરવાનો પણ આરોપ મુક્યો છે. આના પર સુનાવણી વેળા સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતા કહ્યુ હતુ કે જો કોલકત્તાના પોલીસ કમીશનરે પુરાના નષ્ટ કરવાના કામ કર્યા છે તો તેમને વધારે મુશ્કેલી થશે. પુરાવાને નષ્ટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે તો તેની સાથે સંબંધિત પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે.

હવે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે એટલે કે મંગળવારે હાથ ધરવામાં આવનાર છે.