ભાવનગર તોડકાંડ/ ભાવનગર તોડકાંડમાં યુવરાજસિંહને રાહતઃ જામીન મંજૂર કરાયા

ભાવનગરના તોડબાજીના કાંડમાં યુવરાજસિંહના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તોડકાંડમાં યુવરાજસિંહ સહિત છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. તેના લીધે બધાની ધરપકડ કરવામાં આવી હતી. 

Top Stories Gujarat

ભાવનગરના તોડબાજીના કાંડમાં Yuvarjsingh Bail યુવરાજસિંહના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તોડકાંડમાં યુવરાજસિંહ સહિત છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. તેના લીધે બધાની ધરપકડ કરવામાં આવી હતી.  ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજસિંહના જામીન મંજૂર કર્યા છે. આ અગાઉ પાંચેય આરોપીઓને શરતી જામીન મળ્યા છે.

યુવરાજસિંહ જાડેજાએ 15 જુલાઈના રોજ Yuvarjsingh Bail ભાવનગર કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. યુવરાજના વકીલે જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે તેમને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. તેઓ નિર્દોષ છે. ગઈ 18 જુલાઈના સોમવારના રોજ આ જામીન અરજી પર તપાસ અધિકારી દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતુ. તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા સહિત તેમના બે સાળા, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને રાજુ ઉર્ફે અલફાઝ ખાન પઠાણની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસની વાત કરીએ તો, ગુજરાતમાં સ્પર્ધાત્મક Yuvarjsingh Bail પરીક્ષામાં ડમી ઉદવારોએ પરીક્ષા આપી હોવાનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બહાર લાવતા ડમીકાંડ સામે આવ્યુ હતુ. જોકે આ ડમીકાંડમાં યુવરાજસિંહ દ્વારા તોડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેમના જ સાથી બિપિન ત્રિવેદીએ કરતાં ભાવનગર પોલીસ દ્વારા તોડકાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાથે જ પોલીસને આ તોડકાંડ મામલે પોલીસે કેટલાક પુરાવા પણ હાથ લાગ્યા હતા.

યુવરાજસિંહ અને તેના માણસો સામે એક કરોડ રૂપિયાની Yuvarjsingh Bail ખંડણીની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 84 રિકવર કરી લીધા છે. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચોઃ Loan Frauds/ તમે નકલી લોનની જાહેરાતથી કેવી રીતે બચી શકો,  અનુસરો બસ આ ટિપ્સ

આ પણ વાંચોઃ ADANI GROUP/ અદાણીએ આ કંપનીને મોટી ડીલ સાથે વેચી,જાણો વિગત

આ પણ વાંચોઃ MODI GOERNMENT/ મોદી સરકારે કેન્દ્રીય અધિકારીઓને આપી મોટી ભેટ, આ સામાન ખરીદવા માટે મળશે આટલા લાખ

આ પણ વાંચોઃ Bumper Return/ છેલ્લા પાંચ વર્ષમાં સોનાએ બમ્પર વળતર આપ્યું, ભાવમાં 99%નો વધારો થયો