Jasdan News/ જસદણ નજીક આલણ સાગર તળાવમાં દુર્ઘટના, 4 બાળકો ડૂબ્યા, 2ના મૃતદેહ મળ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

જસદણ તાલુકાના બાખલવડ ગામ નજીક આલણ સાગર તળાવમાં (Lake Children Drowned) 4 બાળકો ડૂબવાની દુર્ઘટના. 2ના મૃતદેહ મળી આવ્યા, 2ની શોધખોળ ચાલુ. વિસ્તારમાં શોકનો માહોલ.

Top Stories Gujarat Rajkot Breaking News
Lake Children Drowned

Jasdan News:જસદણ તાલુકાના બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર તળાવમાં (Lake Children Drowned) નહાવા ગયેલા ચાર માસૂમ બાળકોનું ડૂબી જવું એક હૃદયવિદારક દુર્ઘટનામાં ફેરવાઈ ગયું છે. આ ઘટનાથી સમગ્ર જસદણ પંથકમાં શોકનું મોજું છવાઈ ગયું છે.રવિવાર (26 એપ્રિલ )ના રોજ બપોરે આશરે 3 વાગ્યે આ દુર્ઘટના બની હતી. બાખલવડ ગામના મલ સમાજના ચાર બાળકો સાયકલ લઈને રમવા નીકળ્યા હતા.

રમત દરમિયાન તેઓ આલણ સાગર તળાવમાં નહાવા ગયા જ્યાં  તળાવમાં પાણીમાં ઊતરતાં જ તેઓ ડૂબી ગયા હતા. તળાવની પાળ પર તેમની સાયકલ અને કપડાં મળી આવ્યા હતા, જેથી આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

જસદણના બાકરવડ ગામે આનંદ સાગર તળાવની (Lake Children Drowned) ઘટના

ઘટનાની જાણ થતાં જ જસદણ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ચારમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બાકીના બેની શોધખોળ હજુ ચાલુ છે. ફાયર વિભાગની ટીમો સતત કામગીરીમાં લાગેલી છે.ઘટનાસ્થળે પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું છે. આખા વિસ્તારમાં અરેરાટી અને રુદનનો માહોલ છવાયેલો છે.


આ પણ વાંચો:જામનગરના ધ્રોલમાં એક જ પરિવારના ત્રણ બાળકો ડૂબ્યા : રમતાં-રમતાં પાણી ભરેલા ઊંડા ખાડામાં ગરકાવ થયા

આ પણ વાંચો:જૂનાગઢમાં હૃદયવિદારક ઘટના, વાડીમાં રમતા રમતા બે બાળકો ટાંકીમાં ડૂબ્યા, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

આ પણ વાંચો:અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, 4 ના મૃતદેહ મળ્યા, 1ની શોધળોળ ચાલુ, તરવૈયા અને ફાયર વિભાગ ટીમ દ્વારા રેસ્કયું