CUET UG Exam Re-scheduled: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને લઈને ચાલી રહેલા વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. મેડિકલ પરીક્ષાઓમાં પેપર લીકના વિવાદ બાદ હવે સીયુઈટી-યુજી (CUET UG) પરીક્ષામાં ભારે અવ્યવસ્થા અને ટેકનિકલ ખામી સામે આવી છે. 30 મે 2026 ના રોજ દેશના અનેક પરીક્ષા કેન્દ્રો પર સવારની શિફ્ટની પરીક્ષા નક્કી કરેલા સમયે શરૂ થઈ શકી ન હતી. આ મોટી ખામીની સીધી અસર બપોરની શિફ્ટ પર પણ પડી છે. પરિણામે, એનટીએ દ્વારા તાત્કાલિક ધોરણે નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થનારી પરીક્ષા હવે સાંજે 4:00 વાગ્યે લેવામાં આવશે.
CUET UG ટેકનિકલ ખામી અને નવું ટાઈમ ટેબલ
દેશભરના અનેક કેન્દ્રો (CUET UG) પર સવારની શિફ્ટમાં સર્વર અથવા સિસ્ટમ ખોરવાઈ જવાના કારણે પરીક્ષામાં વિલંબ થયો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોઈ પણ પ્રકારની ભ્રમણા કે અફવા ન ફેલાય તે માટે એજન્સીએ તુરંત જ ઓફિશિયલ એડવાઇઝરી બહાર પાડીને સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. સુધારેલા શેડ્યૂલ અનુસાર, પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે રિપોર્ટિંગ અને એન્ટ્રીનો સમય બપોરે 2:30 વાગ્યાનો રહેશે, જ્યારે પરીક્ષા શરૂ થવાનો સમય 3:00 ના બદલે બદલીને સાંજે 4:00 વાગ્યાનો કરવામાં આવ્યો છે.
#CUETUG2026 — Important Notice
M/s TCS has reported that a technical glitch at their end delayed the commencement of CUET (UG) 2026 at some centres on 30.05.2026. The issue has since been resolved, and the exam is being conducted with full compensatory time so that no candidate…
— National Testing Agency (@NTA_Exams) May 30, 2026
વાલીઓમાં ભારે રોષ અને સત્તાવાર હેલ્પલાઇન જાહેર
પરીક્ષા કેન્દ્રો પર કલાકો સુધી રાહ જોવી પડતાં અને બેઝિક સુવિધાઓના અભાવને કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં એજન્સી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. એનટીએ દ્વારા આ અસુવિધા માટે સત્તાવાર રીતે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ખાતરી આપી છે કે કોઈપણ ઉમેદવારનો સમય બગાડવા દેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓની સહાય માટે એજન્સીએ હેલ્પલાઇન નંબર +91-11-40759000 અને ઓફિશિયલ ઈમેલ [email protected] જાહેર કર્યા છે. ઉમેદવારોને લેટેસ્ટ અપડેટ માટે સત્તાવાર વેબસાઇટ https://cuet.nta.ac.in પર નજર રાખવા સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર
આ પણ વાંચો: NEET પેપર લીક મામલે NTA એ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામું
આ પણ વાંચો: NEET પેપર લીકનો માસ્ટરમાઇન્ડ પ્રોફેસર ઝડપાયો
