કલકત્તા,
પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેલી પંચાયતની ચૂંટણીને હિંસક સ્વરૂપ ધારણ કરતા હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પંચાયતની ચૂંટણી માટે ભરવામાં આવેલા ઉમેદવારોના નોમિનેશનના દિવસથી જે હિંસા શરુ થઇ હતી તે સોમવારે વોટિંગના દિવસે પણ યથાવત જોવા મળી રહી છે. આ હિંસામાં અત્યારસુધીમાં ૧૨ લોકોના મોત નીપજ્યા છે.
West Bengal: Clashes broke out between TMC and Congress supporters in Murshidabad #PanchayatElection pic.twitter.com/PXzQoK2gO7
— ANI (@ANI) May 14, 2018
#WATCH: Clashes between BJP and CPI(M) workers in Durgapur. #WestBengal #PanchayatElection pic.twitter.com/FXzXFLXynz
— ANI (@ANI) May 14, 2018
પશ્ચિમ બંગાળમાં સોમવાર સવાર ૭ વાગ્યાથી જ પંચાયતની ચૂંટણી માટે વોટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વોટિંગ શરુ થયા બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં બોમ્બ ધમાકા, મારપીટ, મતદાનની પેટીઓ સળગાવવી, બેલેટ પેપર ફેકવું તેમજ ફાયરીંગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. નોધનીય છે કે, આ ચૂંટણીની મતગણતરી ૧૭ મેના રોજ હાથ ધરાશે.
West Bengal: Voting booth vandalised allegedly by TMC workers in North Dinajpur's Sonadangi during #PanchayatPolls pic.twitter.com/I9epqPreXR
— ANI (@ANI) May 14, 2018
પંચાયતની ચૂંટણીમાં બપોરે ૩ વાગ્યા સુધી ૫૬ ટકા મતદાન નોધાયું હતું પરંતુ આ દરમિયાન થયેલી હિંસક ઝડપમાં ૧૨ લોકોના મોત નીપજ્યા છે.
Overall 56% polling recorded till 3 pm in West Bengal #PanchayatElection
— ANI (@ANI) May 14, 2018
નિર્દલીય ઉમેદવારની ગોળી મારીને કરવામાં આવી હત્યા
મુર્શિદાબાદના પાતિકાબરી પંચાયતમાં સયાન શેખ નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે તેઓ વોટિંગ દરમિયાન પોતાના સમર્થકો સાથે પોલિંગ સ્ટેશન પણ ઉભા હતા. પરંતુ આ સમયે એક અજાણ્યા શખ્શે ગોળી મારીને તેઓની હત્યા કરી દેવામાં આવી હતી.
પંચાયતની ચૂંટણી દરમિયાન અત્યારસુધીમાં ૯ના મોત
પંચાયતની ચૂંટણી માટે યોજાઈ રહેલા વોટિંગ દરમિયાન થયેલી હિંસામાં અત્યારસુધીમાં૧૨ લોકોના મોત થયા છે. જેમાં દક્ષિણ ૨૪ પરગના જિલ્લામાં ૩, મુર્શિદાબાદમાં ૨, નદિયા જિલ્લામાં ૧ અને ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં ૧ વ્યક્તિનું મોત થયું છે.
#WestBengal: CPI (M) worker & his wife charred to death after their house in North 24 Parganas was torched last night, CPI (M) alleges TMC workers were behind the attack. pic.twitter.com/6Do8g0Cmr0
— ANI (@ANI) May 14, 2018
હિંસામાં મૃત્યુ પામેલા કાર્યકર્તાઓમાં સીપીઆઈ(એમ), TMC, બીજેપી અને એક નિર્દલીય ઉમેદવાર શામેલ છે.
નાદિયા જિલ્લામાં કરાઈ એક બાઈક સવારની હત્યા
નાદિયા જિલ્લામાં સંતીપુરમાં ગુસ્સાથી ભરાયેલા લોકોએ હિંસા મચાવતા એક બાઈક સવારની નિર્મમ હત્યા કરી હતી. સ્થાનિક લોકોનો આરોપ છે કે, કેટલાક ગુસ્સે ભરાયેલા તત્વો TMCના ઝંડા લઈને વોટરોને ધમકાવી રહ્યા હતા.
આ હિંસક ભર્યા તત્વોએ ભીડ પર હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જયારે જયારે બે લોકો ઘાયલ થયા હતા. જયારે આસનસોલ જિલ્લાના રાનીગંજમાં બાંસરા વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ પણ કરાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાજ્યના ૨૦ જિલ્લાઓમાં યોજાઈ રહી છે પંચાયતની ચૂંટણી
પશ્ચિમ બંગાળના ૬૨૧ જિલ્લા પંચાયત, ૬૧૫૭ પંચાયત સમિતિ અને ૩૧૮૨૭ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીને લઇ રાજ્યભરમાં સુરક્ષાના પુખ્તો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણીની સુરક્ષા બંદોબસ્ત માટે અસમ, ઓડિશા, સિક્કિમ અને આંધ્રપ્રદેશના ૧૫૦૦ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે આ પંચાયતની ચૂંટણીમાં વર્તમાન સત્તાધારી પક્ષ TMC, ભાજપ, કોંગ્રેસ અને વામ પંથો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
