અમેઝોન ઇન્ડીયા પર સમર સેલની શરૂઆત થઈ ગઈ છે જે 16 મેના રોજ સમાપ્ત થશે. આ સેલ દરમિયાન લેપટોપ, મોબાઇલ ફોન, હેડફોનો અને વાઇ-ફાઇ રાઉટર જેવા પ્રોડક્ટ્સ પર ભારી ડિસ્કાઉન્ટ મળશે. અમે આ એમેઝોનની આ સેલમાંથી તમારા માટે 7 શાનદાર ગેજેટ્સની માહિતીઓ લાવ્યા છીએ, જેની કિંમત .1000 રૂપિયાથી ઓછી છે. તો ચાલો તેમના વિશે જાણીએ.
1. બોટ હેડફોન:-

જોકે, બોટના આ ઇન-હેડ હેડફોનોની કિંમત રૂ. 1,299 છે પરંતુ સમર સેલમાં તે આપને 449 રૂપિયામાં ખરીદી શકાય છે. તે માઇક્રોફોન અને વોલ્યુમ નિયંત્રણ માટે પણ એક બટન ધરાવે છે.
2. નોકિયા 105:-

નોકિયા 105 ની કિંમત 1,199 રૂપિયા છે. પરંતુ આ ફોન સેલમાં 942 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફીચર ફોનમાં 1.8 ઇંચનું ડિસ્પ્લે, 4 એમબીની રેમ અને 800 એમએએચની બેટરી છે. ઉપરાંત આ ડિવાઈસમાં એક સિમ સ્લોટ પણ ઉપલબ્ધ છે.
3. વર્ચ્યુઅલ રિયાલિટી

ફોટ્રોન વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસસની કિંમત 1,741 રૂપિયા છે, પરંતુ સેલમાં તે માત્ર 249 રૂપિયા મળે છે. તે એન્ડ્રોઈડ અને આઈફોન બંનેને સપોર્ટ કરે છે.
4. ફ્લિપ્સ સ્પીકર:-

ફ્લિપ્સના સ્પીકર્સને 3,499 રૂપિયાની સાથે લીસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ તે સેલમાં 829 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. તે બ્લુટુથ અથવા બેટરીને સપોર્ટ કરતું નથી. તે યુએસબી કેબલ દ્વારા વાપરી શકાય છે.
5. શાઓમી પાવરબેન્ક:-

શૉઓમીની 10000 એમ.એ.એચ. પાવરબેંકને આ સેલમાં રૂ. 899 રૂપિયામાં મળી રહી છે, જ્યારે તેની ઓરીજીનલ કિંમત 1,999 રૂપિયા છે. તેમાં બે યુએસબી આઉટપુટ છે.
6. બિંગો એમ2 ફિટનેસ બેન્ડ:-

બિન્ગોના એમ2 ફિટનેસ બેન્ડને 80 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. તેની કિંમત 3,999 રૂપિયા છે, જ્યારે તેને સેલમાં 789 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આપને જણાવી દઈએ કે આ બેન્ડ સંપૂર્ણપણે વોટરપ્રૂફ છે.
7. નેટગીયર ડી500 રાઉટર:-

આ વાયરલેસ રાઉટર રૂ 999 માં ખરીદી શકાય છે. તે 150Mbps સુધી સ્પીડ મેળવવા માટે સક્ષમ છે એવો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
