નવી દિલ્હી,
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા અંગે આપત્તિ દર્શાવી છે. કર્ણાટકની ચૂંટણી પ્રચાર દરમિયાન PM મોદી દ્વારા ‘કોંગ્રેસ કો લેને કે દેને પડ જાયેંગે‘ વાળા નિવેદન અંગે કોંગ્રેસે ભારે આપત્તિ દર્શાવી છે. આ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, “વડાપ્રધાન મોદી કોંગ્રેસને ધમકાવવાનું કામ કરી રહ્યા છે”.
Former PM & senior Congress leader Manmohan Singh writes to President of India asking him to caution the PM from using unwarranted , threatening & intimidating language against the leaders of the Congress Party or any other party of person as it does not behove position of the PM pic.twitter.com/4FHM5MPeB1
— ANI (@ANI) May 14, 2018
સોમવારે કોંગ્રેસ તરફથી રાષ્ટ્રપતિને લખવામાં આવેલા આ પત્રમાં પીએમ મોદીના હુબલીમાં અપાયેલા ભાષણ અંગે આપત્તિઓ વ્યક્ત કરી છે. આ પત્રમાં કહ્યું છે કે, “દેશના વડાપ્રધાને કોઈ પણની વિરુદ્ધમાં આવા પ્રકારની ભાષાનો પ્રયોગ કરવો જોઈએ નહિ. આ પત્રમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહીત અન્ય મોટા કોંગ્રેસના નેતાઓએ હસ્તાક્ષર કર્યા છે”.
શું કહ્યું હતું પીએમ મોદીએ?
PM Modi shows the mirror to the ‘Out on Bail’ Gandhi family! #YuvakaraJotheModi pic.twitter.com/UUJgOyHXSn
— Amit Malviya (@amitmalviya) May 7, 2018
હકીકતમાં, કર્ણાટકની ચૂંટણીના પ્રચાર કરતા તા. ૬ મે ના રોજ હુબલીમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું હતું. બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી.એસ. યેદિયુરપ્પાની વિરુદ્ધ બેબુનિયાદ આરોપ લગાવવાને લઈને કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા મોદીએ તેને નેશનલ હેરાલ્ડ મામલાની યાદ અપાવી હતી, જેમાં માં-દીકરો (સોનિયા ગાંધી અને રાહુલ) કૌભાંડનો સામનો કરી રહ્યા છે અને જમાનત ઉપર છે”.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “એ પાર્ટી કે જેના પ્રમુખ જમાનત (જામીન) પર છે, શું તે અમને સવાલ પૂછી રહ્યા છે.
તેમણે કહ્યું કે, “યેદિયુરપ્પાએ અદાલતોનો સામનો કર્યો છે. કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને સાંભળી લેજો, જો મર્યાદાઓને પાર કરશો તો આ મોદી છે લેવાના દેવા પડી જશે”.
તમને જણાવી દઈએ કે, કર્ણાટકની ચૂંટણીના પરિણામ આવવામાં ૨૪ કલાકથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. મંગળવારે કર્ણાટકની ૨૨૨ બેઠકોના પરિણામ બધાની સામે સામે આવી જશે અને તે નક્કી થઇ જશે કે, છેવટે કર્ણાટકમાં કોનું રાજ હશે.
પરિણામોના અગાઉ આવેલા કેટલીક ચેનલોના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવના દર્શાવવામાં આવી છે. આશરે આઠ ચેનલોમાંથી છ ચેનલોએ એક્ઝિટ પોલે બીજેપીને સૌથી મોટી પાર્ટી દર્શાવી છે, જયારે અન્ય બે ચેનલે કોંગ્રેસને મોટી પાર્ટીના રૂપમાં દર્શાવી છે.
આ છે ઇન્ડિયા ટુડેનો સર્વે
‘એક્સિસ માય ઇન્ડિયા’ની તરફથી ઇન્ડિયા ટુડેની માટે કરાયેલા એક્ઝિટ પોલના અનુમાન મુજબ, કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. એક્ઝિટ પોલના અહેવાલ મુજબ કોંગ્રેસને કર્ણાટકમાં ૧૦૬ થી ૧૧૮ બેઠકો મળવા જઈ રહી છે. જયારે બીજેપીણે ૭૯ થી ૯૨ બેઠકો મળી શકે છે, જયારે જેડીએસણે ૨૨ થી ૩૦ બેઠકો મળી શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.
