Ahmedabad News: અમદાવાદમાં એક ચોંકાવનારો આર્થિક છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દંપતી (CA Couple Fraud Case)એ પોતાના જ સગા સંબંધીઓ અને પરિચિતો પાસેથી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો આરોપ છે. આ કેસમાં અંદાજે 10.36 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ અનુસાર, અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા કૌશલભાઈ નાયકે આર્થિક ગુના શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેમના ભાણિયા જ્વલિત ઉર્ફે જય અને તેની પત્ની બોસકી બંને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA Couple Fraud Case) છે. પરિવારના સભ્યોના ઇન્કમ ટેક્સ રિટર્ન, નાણાકીય દસ્તાવેજો અને રોકાણ સંબંધિત બાબતો તેઓ સંભાળતા હોવાથી પરિવારનો તેમના પર સંપૂર્ણ વિશ્વાસ હતો.
CA Couple Fraud Case:શેરબજારના નામે 10 કરોડની ઠગાઈ
આ વિશ્વાસનો લાભ લઈને દંપતી (CA Couple Fraud Case)એ શેરબજારમાં રોકાણ કરવાથી ઊંચો નફો અપાવવાની ખાતરી આપી હતી. ફરિયાદી કૌશલભાઈ પાસેથી અંદાજે 5.91 કરોડ રૂપિયા અને અન્ય સંબંધીઓ પાસેથી આશરે 4.44 કરોડ રૂપિયા મેળવી કુલ 10.36 કરોડ રૂપિયાની રકમ પોતાના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધી હોવાનું આરોપ છે.

ફરિયાદ મુજબ, જ્યારે રોકાણ સંબંધિત વિગતો માંગવામાં આવી ત્યારે દંપતી (CA Couple Fraud Case)એ વિવિધ જગ્યાએ રોકાણ કર્યાનું જણાવ્યું હતું. પરંતુ બાદમાં કેટલીક નાણાકીય વિગતોમાં ગેરરીતિઓ સામે આવી હતી. દીકરાના વિઝા માટે બેંક સ્ટેટમેન્ટની જરૂર પડતાં ફરિયાદીને શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા હતા, જેના આધારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
તપાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે દંપતી પાસે પરિવારજનોના મહત્વના દસ્તાવેજો હોવાથી કેટલીક કંપનીઓ અને બેંક ખાતાં સંબંધિત ગેરરીતિઓ પણ થઈ હોવાની આશંકા છે. આ તમામ મુદ્દાઓની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે જ્વલિત અને બોસકીની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવ્યા છે. હાલમાં તપાસ એ દિશામાં ચાલી રહી છે કે રોકાણના નામે મેળવવામાં આવેલી કરોડોની રકમ ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દંપતીની અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસો કાર્યરત હતી. લોકોમાં વિશ્વાસ ઉભો કરવા માટે તેઓ વૈભવી જીવનશૈલી પ્રદર્શિત કરતા હોવાનું પણ તપાસ એજન્સીઓના ધ્યાનમાં આવ્યું છે.પોલીસે અપીલ કરી છે કે જો અન્ય કોઈ વ્યક્તિ પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો તેઓ આગળ આવી કાનૂની કાર્યવાહી માટે માહિતી આપે.
આ પણ વાંચો:અમદાવાદમાં સીમ સ્વેપ કરી 1.07 કરોડની છેતરપિંડી
આ પણ વાંચો:અમદાવાદમાં ક્રિપ્ટોના રોકાણના નામે યુવક સાથે 5.50 લાખથી વધુ રકમની છેતરપિંડી
આ પણ વાંચો:અમદાવાદમાં ‘ડિજિટલ અરેસ્ટ’ની ઠગાઈ: 84 વર્ષીય વડીલને 42 લાખનો ચૂનો, 1.5 કરોડ બચ્યા
