Gujarat/ ગુજરાતમાં અલગ-અલગ ઘટનામાં બે બાળકોના કમકમાટી ભર્યા મોત, કાર ચાલકની ગંભીર બેદરકારી

રાજ્યમાં બે બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા. જામનગર અને રાજકોટમાં કાર નીચે આવતા માસૂમ બાળકોના મોત નિપજતા પરીવારમાં શોકનો માહોલ છવાયો.

Top Stories Gujarat

Gujarat News: રાજ્યમાં બે બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા. જામનગર અને રાજકોટમાં કાર નીચે આવતા માસૂમ બાળકોના મોત નિપજતા પરીવારમાં શોકનો માહોલ છવાયો. કાર ચાલકની ગંભીર બેદરકારીએ બે પરિવારના નિર્દોષ બાળકોના જીવ લીધા.

જામનગરના દરેડમાં એક આકસ્મિક અકસ્માતમાં બાળકનું મોત નિપજયું. દરેડમાં નવ મહિનાનો બાળક બુલેરાના ટાયરમાં આવી જતા કમકમાટીભર્યું મોત નિપજયું. આ બાળક શ્રમિક પરિવારનો હતો. બાળક રમતા રમતા બુલેરાના ટાયર પાસે જતો રહ્યો હતો. દરમ્યાન બુલેરાના ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરી. ડ્રાઇવરનું ધ્યાન ન જતા બાળક ટાયરમાં આવતા કચડાયો. બાળકનું મોત નિપજતાં પંચ કોષી બી ડિવિજનમાં ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાઈ.

રાજકોટમાં કાર નીચે આવતા બાળકનું મોત થયું. શહેરમાં મવડી વિસ્તારમાં આવેલ હેમન્દ્રી એપાર્ટમેન્ટમાં આ ઘટના બનવા પામી. જ્યાં ડ્રાઈવર પોતાની કાર રિવર્સ લેતો  કાર લેતો હતો ત્યારે માસૂમ બાળક કચડાયો. આ દોઢ વર્ષનો બાળક પાર્કિંગમાં રમતો હતો. અને કારચાલક કયાંક બહાર જવા પોતાની કાર રિવર્સ લેતો હતો ત્યારે પાર્કિંગમાં રમતા બાળક નજરે ના પડ્યો અને અકસ્માત સર્જાયો.  ચોકીદારનું કામ કરતા શખ્સના બાળકનું કાર નીચે આવતા મોત થયું. યુવકે કાર રિવર્સ લેતા બાળક નીચે કચડાયો અને ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત

આ પણ વાંચો:રાજકોટના ઉપલેટામાં અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો:રાજસ્થાનમાં બસે પલટી ખાધી…અકસ્માત સર્જાતા શાળાના બે બાળકોના મોત, 14 બાળકો ઘાયલ