Rajkot News: રાજકોટ (Rajkot)ના ઇન્દિરા સર્કલ પાસે તાજેતરમાં થયેલા અકસ્માત (Accident)માં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ડ્રાઈવર પોતે વારંવાર કહેતો રહ્યો કે તેણે બ્રેક મારી હોવા છતા લાગી નહોવાનું રટણ રટી રહ્યો છે. આ મામલે ફેકટ ફાઇન્ડિંગ કમિટી દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ગઈ કાલે ફેકટ ફાઇન્ડિંગ કમિટી (Fact finding committee)ની બેઠકમાં અકસ્માતનો અહેવાલ રજૂ કરાયો હતો. હવે કમિટી દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. કમિટીમાં સરકારી ઇજનેરી કોલેજના નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. પોલીસ અધિકારી અને મનપા અધિકારીનો પણ સમાવેશ કરાયો છે. 30 દિવસમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ (Report) રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજકોટમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) પણ સતર્ક બની ગઈ છે અને અનેક પગલાં લેવાનું વિચારી રહી છે. જેમાં અમદાવાદ પછી, રાજકોટ શહેરની બસોમાં ડ્રાઇવરો પર નજર રાખવા માટે કેમેરા લગાવવાનું વિચારી રહ્યું છે. ઉપરાંત, સિટી બસોમાં મુસાફરોનો ભરાવો નહીં થાય અને સમયાંતરે તેમની તપાસ કરવામાં આવશે. જોકે, રાજકોટ શહેર બસ સેવાને છેલ્લા 3 વર્ષમાં 65 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજકોટમાં પૂરપાટ ઝડપે દોડતી સિટી બસો અંગે અગાઉ પણ ઘણી ફરિયાદો કરવામાં આવી છે.
હાલમાં, રાજકોટ શહેરમાં કુલ 224 બસો કાર્યરત છે જેમાં 278 ડ્રાઇવરો અને 240 કંડક્ટર કાર્યરત છે. આમાંથી, ડ્રાઇવર માટે 8 પાસ અને ભારે લાઇસન્સ હોવું ફરજિયાત છે. જ્યારે કંડક્ટરની પોસ્ટ માટે, 10મું કે 12મું પાસ ધરાવતા લોકોની ભરતી કરવામાં આવે છે. બંને પોસ્ટ્સ માટે વય મર્યાદા 18 થી 58 વર્ષ છે. ઉપરાંત, ડ્રાઇવર પાસે ભારે વાહન ચલાવવાનું લાઇસન્સ અને બે વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. આ ઉપરાંત, જો ડ્રાઇવર દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવે તો લોકોને 155304 પર ફોન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાજકોટમાં અકસ્માત સર્જનાર સિટી બસના ડ્રાઈવરની ધરપકડ
આ પણ વાંચો:રાજકોટ શહેરમાં સિટી બસ જેવી દુર્ઘટના સર્જાતા રહી ગઈ! ડ્રાઈવર પોલીસનાં સકંજામાં
આ પણ વાંચો:રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત 5 વિરૂદ્ધ ફરિયાદ
