Dahod News: દાહોદ (Dahod)ના ભાટીવાડા ગામે આવેલ NTPC કંપનીમાં આગ લાગતા કરોડોનો માલ ખાખ થઈ ગયો છે. ફાયરની 4 જેટલી ગાડીઓ આગ (Fire) બૂઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસનો કાફલો અને લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
દાહોદ (Dahod) જીલ્લાનાં ભાટીવાડા ગામમાં આવેલ NTPC કંપનીમાં રાખવામાં આવેલ કરોડોનો માલસામાન સ્વાહા થઈ ગયો છે. ફાયરની 4 જેટલી ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી છે. અચાનક લાગેલી આગને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. Dy. SP, LCB, SOG પોલીસની મોટી ટીમો ઘટના સ્થળે પહોંચી છે. જોકે, કંપનીમાં આગ લાગવાની ઘટનાનું કારણ અકબંધ છે.
હજુ સપ્તાહ પહેલા અંકલેશ્વર (Ankleshwar)ના પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે અચાનક બે કંપનીઓમાં ભીષણ આગ (Fire broke out) લાગી હતી. અંદાજે 12 ફાયર ફાઇટરોએ લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે ધુમાડો દૂરથી જોઈ શકાતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે તેની બાજુમાં આવેલી એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ ગઈ હતી. જેના કારણે લોકોમાં નાસભાગ મચી હતી.
આ પણ વાંચો:ગાંધીનગરના સરગાસણમાં લાગી ભીષણ આગ, આગને કાબૂમાં લેવા બિલ્ડીંગના કાચ તોડાયા
આ પણ વાંચો:અમદાવાદના ખોખરામાં અનુપમ સિનેમા પાસે શરણમ-5 બિલ્ડિંગમાં આગ
આ પણ વાંચો:અંકલેશ્વરના પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ, પ્લાન્ટ બળીને ખાખ
