Bharuch News: અંકલેશ્વરના પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે અચાનક બે કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે 12 ફાયર ફાઇટરોએ લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે ધુમાડો દૂરથી જોઈ શકાતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે તેની બાજુમાં આવેલી એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ ગઈ હતી. જેના કારણે લોકોમાં નાસભાગ મચી હતી.

ઘટનાની માહિતી મળતા જ અંકલેશ્વર અને પાનોલી DPMCના કુલ આઠ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને સુરક્ષા અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. સુરક્ષા કારણોસર કંપની તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ એટલી ભયંકર હતી કે આખો પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. લાશ્કરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને કંપનીઓના સ્ટોરેજમાં આગ લાગતા કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

અગાઉ રાજકોટ જીલ્લામાં કુવાડના નડીક નાકરાવાડી પાસે ભીષણ આગ લાગી હતી. તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગતા લોકોમાં અફડાતફડી મચી ગઈ છે. KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતા 4 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. માહિતી મુજબ આગ સવારે સાડા નવ વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે બપોર સુધી આગ કાબૂમાં આવી ગઈ હતી. હાલ પ્લાસ્ટિક ફેક્ટરીમાં મોટા જથ્થામાં તૈયાર કાચા માલને જંગી નુકસાન થયું હતું.

આ પણ વાંચો:અમદાવાદના વાસણામાં રહેણાંક મકાનમાં ભીષણ આગ
આ પણ વાંચો:રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ
