સુરેન્દ્રનગર/ વઢવાણ પોલીસે પરપ્રાંતિય દારૂ સહિત રૂપિયા 5.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે દારૂ ભરેલી કારનો 5 કિમી સુધી પીછો કરી ઝડપી પાડી, બુટલેગરો અંધારાનો લાભ લઇ કાર મુકી નાશી છુટ્યા

Gujarat Others

સુરેન્દ્રનગરમાં વઢવાણ પોલીસે લીંબડી હાઇવે પરથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી. પોલીસે પરપ્રાંતિય દારૂ સહિત રૂપિયા 5.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની ગાડી ઝડપવા માટે વોચ ગોઠવી હતી. આ દરમિયાન પરપ્રાંતિય દારૂ ભરેલી કાર આવતા પોલીસે તેનો પીછો કરી કોઠારીયા રોડ પરથી કારને ઝડપી પાડી હતી. પોલીસને જોઇ કાર ચાલકે કાર ભગાડી મુકી હતી. જોકે, પોલીસે પાંચ કીમી સુધી પીછો કરી કોઠારીયા રોડ પરથી કાર ઝડપી પાડી હતી.

આ પણ વાંચો :Political / ગોવાની જનતાને CM કેજરીવાલ કરાવશે તીર્થ સ્થાનોનાં દર્શન, કોંગ્રેસ-ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આરોપીઓ અંધારાનો લાભ લઇ પોલીસને થાપ આપી કાર મુકી નાશી છુટવામાં સફળ થયા હતા. વઢવાણ પોલીસે કારની તલાસી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની પરપ્રાંતિય દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પરપ્રાંતિય દારૂ સહિત રૂપિયા 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ નાશી છુટેલા બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ વઢવાણ પીએસઆઇ ચલાવી રહ્યાં છે.

આ પણ વાંચો ;રાજકોટ / દોઢ વર્ષથી સતત ફરજ બજાવી રહ્યા આરોગ્યકર્મીઓ રજા માંગવા RMC કચેરી પહોચ્યું