સુરેન્દ્રનગર પંથકમાં બેરોકટોક ખનીજ નો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે તે અરસામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ કોલસો રેતી દેવા અખૂટ ખનીજ ભંડારો પેટાળમાંથી મળી આવે છે ત્યારે આવા ભંડારો ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીનો ઉપર ખોદકામ કરી અને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે તેવા આ સમયગાળામાં બેરોકટોક રીતે થાન પંથક તેમજ તેના આજુબાજુના વિસ્તાર માં બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.
સરકારી જમીન ગૌચર જગ્યાઓ તેમજ ખુલ્લી પડેલી જગ્યાઓ માં પરમિશન વગર અને બેરોકટોક રીતે ખનીજની ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતી હોય અને સામે ખનીજ માફિયાઓ ને પ્રોત્સાહન આપવામાં આવતી હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે અને હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ત્યારે તાજેતરમાં જ એક સર્વે અનુસાર અને જિલ્લાવાસીઓ ની ચર્ચા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂળી પંથકમાં 700 જેટલા ગેરકાયદેસર ખાડો ખોદી અને તેમાંથી કોલસો કાઢવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે તમામ આ ગેરકાયદેસર વહીવટ પૈસાથી કરવામાં આવતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે તેવા સંજોગોમાં એક ખાડા દીઠ જિલ્લા પોલીસ અને તંત્ર દ્વારા ૧.૩૦ લાખ રૂપિયા નો હપ્તો દર મહિને લેવામાં આવતી હોવાની ફરિયાદ પણ ઊઠી છે અને ચર્ચાનો વિષય પણ બન્યા છે.
તેવા સંજોગોમાં આ ખાડા ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે અને કોઈ પણ પરમિશન પણ ખનીજ માફિયાઓ પાસે ન હોવા છતાં પણ ખોદકામ કરવા દેવામાં આવી રહ્યું છે અને ખનિજની બેરોકટોક ચોરી પણ કરવા દેવામાં આવી રહી છે તેવા સંજોગોમાં જિલ્લા તંત્રને પોલીસ કામગીરી ઉપર અને પ્રકારના સવાલો ઉભા થયા છે કારણ કે દર મહિને એક ખાડા દીઠ 1.30 લાખ રૂપિયા નો હપ્તો ખનીજ માફિયાઓ પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે અને બેરોકટોક ખનીજ ચોરી કરવા દેવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પંથક માં ખનીજ કોલસો મળી આવે છે તેવા સંજોગોમાં જમીન ખોદકામ કરી અને બેરોકટોક સાથે કોલસો કાઢવામાં આવી રહ્યો છે ત્યારે એક વર્ષના સમયગાળામાં આ કોલસો કાઢવા જમીનમાં ઉતરેલા 68 જેટલા મજુરો અલગ અલગ જગ્યાઓ ઉપર દબાઇ જવાના કારણે મોત નિપજ્યા હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ત્યારે આ 68 જેટલા મજૂરો ના મોત એક વર્ષમાં નિપજ્યા છે જેમાં મોટાભાગના પરપ્રાંતિય હોવાનો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ત્યારે નાણાના જોરે ગેરકાયદેસર ખનીજચોરી કરતા ખનીજ માફિયાઓ દ્વારા પરિવારજનોને ખરીદી લેવામાં આવી રહ્યા છે કારણ કે પોલીસને તો તે પહેલાથી જ ખરીદી ચુક્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે કારણ કે પોલીસ તેમને આ મજૂરોની ડેડબોડી પહોંચાડવા સુધીની વ્યવસ્થા કરી આપી હોવાની ચર્ચા પણ છે ત્યારે પોલીસ કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.
