Rajkot News: રાજકોટ (Rajkot)માં લૂંટ સાથે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. એકલવાયુ જીવન જીવતા વૃદ્ધને લૂંટીને લૂંટારૂઓએ લૂંટ મચાવી હતી. શ્રીનગર સોસાયટીમાં વૃદ્ધાની હત્યાએ ચકચાર મચાવી છે, વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારથી હત્યા (Murder) કરવામાં આવી હતી, વૃદ્ધાના ગળા અને પીઠ પર ઈજાના નિશાન છે.
રાજકોટમાં ભક્તિનગર સર્કલ નજીક શ્રીનગર શેરી નંબર 1 માં એકલવાયું જીવન જીવતા એક વૃદ્ધની લૂંટના ઈરાદે ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, જેના કારણે સનસનાટી મચી ગઈ હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અજાણ્યા લૂંટારાઓએ મૃતક પાસેથી સોનાના દાગીના લૂંટી લીધા હતા. વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર શ્રીનગર શેરી નંબર 1 માં એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધની ઘરેણાં લૂંટ્યા બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. મૃતકની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું.
ઘટના બાદ DCP, ક્રાઈમ બ્રાન્ચ, LCB અને ભક્તિનગર પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લાશને પીએમ (Postmortem) અર્થ સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો અને સીસીટીવીના આધારે હત્યારાની શોધ શરૂ કરી હતી. દૂધ સાગર રોડ, દૂધની ડેરી સામેના અર્થ એપાર્ટમેન્ટના પહેલા માળે ફ્લેટ નંબર 102માં રહેતા રમજાનભાગુલામહુસેન લાખાણીએ ભક્તિનગર પોલીસમાં અજાણ્યા વ્યક્તિઓ અને તપાસમાં મળેલા લોકો સામે નોંધાવેલી ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા
આ પણ વાંચો:યુવકની લગ્નને માંડ મહિનો થયો હતો ત્યાં આત્મહત્યા
આ પણ વાંચો:રાજા રઘુવંશી હત્યા રહસ્યમાં નવો વળાંક, શિલોંગમાં મળ્યો છેલ્લો CCTV ફૂટેજ
