international news/ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકી પર અંધાધૂંધ ફાયરિંગ

Pakistan ના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શેખ યુસુફ અફરીદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનમાં આતંકીઓના સફાયા અને હત્યાઓના વધતા કેસ વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Pakistan

Terrorist Sheikh Yusuf Afridi Killed:  પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર શેખ યુસુફ અફરીદીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. હુમલાખોરોએ અફરીદી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને એક સુનિયોજિત ‘ટાર્ગેટેડ કિલિંગ’ તરીકે જોવામાં આવી રહી છે.

હાફિઝ સઈદનો જમણો હાથ હતો અફરીદી

શેખ યુસુફ અફરીદી લશ્કર-એ-તૈયબાના આતંકી સરગના હાફિઝ સઈદનો ખાસ માણસ ગણાતો હતો.

મહત્વની ભૂમિકા: તે ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં લશ્કરના તમામ ઓપરેશન્સનું સંચાલન કરતો હતો.

ગ્લોબલ ટેરરિસ્ટ: અમેરિકા દ્વારા પ્રતિબંધિત આ સંગઠનમાં તે નિર્ણાયક પદ પર હતો.

આતંકીઓ પર વધી રહેલા હુમલાઓનો સિલસિલો

પાકિસ્તાનમાં (Pakistan) છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી આતંકીઓની રહસ્યમય રીતે હત્યાઓ થઈ રહી છે:

અમીર હમઝા પર હુમલો: ગયા મહિને લાહોરમાં લશ્કરના સંસ્થાપક સભ્ય અમીર હમઝા પર હુમલો થયો હતો, જેમાં તે માંડ બચ્યો હતો.

મસૂદ અઝહરના ભાઈનું મોત: જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરના મોટા ભાઈ મુહમ્મદ તાહિર અનવરનું પણ રહસ્યમય સંજોગોમાં મોત થયું છે.

કતાલ સિંધીનો ખાત્મો: ગયા વર્ષે માર્ચમાં રિયાસી હુમલાના માસ્ટરમાઇન્ડ અબુ કતાલ ઉર્ફે કતાલ સિંધીને પણ જેલમમાં ઠાર કરવામાં આવ્યો હતો.

Pakistan માં 2026 માં આતંકીઓનો સફાયો

વર્ષ 2023 થી શરૂ થયેલો આ સિલસિલો અત્યારે ચરમસીમાએ છે. આંકડાઓ મુજબ:

એકલા 2026 માં જ લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના ઓછામાં ઓછા 30 આતંકીઓને (Pakistan) અજાણ્યા હુમલાખોરોએ લાહોર અને કરાચી જેવા શહેરોમાં નિશાન બનાવ્યા છે.

રિયાસી હુમલા (2024) માં 9 લોકોના મોત અને 33 ઘાયલ થયા હતા, જેમાં આ આતંકીઓનો મોટો હાથ હતો.


આ પણ વાંચો :ટ્રમ્પને મારવા ગન સાથે હોટલમાં ઘૂસ્યો હુમલાખોર, PM મોદીએ હુમલાની કરી આકરી નિંદા

આ પણ વાંચો :ટ્રમ્પ પરના હુમલા પાછળ શું છે સત્ય? સોશિયલ મીડિયા પર ‘સ્ટેજ્ડ એટેક’ના દાવા અને ફોરેન્સિક તપાસનો ખુલાસો