Trump Assassination Attempt 2026: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DC માં વાર્ષિક ‘વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર’ દરમિયાન ભયાનક ફાયરિંગની ઘટના બની છે. આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હાજર હતા, ત્યારે એક હુમલાખોર ગન સાથે હોટલના બોલરૂમની બહાર પહોંચી ગયો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.
હોટલમાં અફરાતફરી: ટેબલ નીચે છુપાયા મહેમાનો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હિલ્ટન હોટલના બેન્ક્વેટ હોલમાં જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક જોરદાર ધડાકા સંભળાયા.
સુરક્ષા કવચ: સિક્રેટ સર્વિસના એજન્ટોએ તાત્કાલિક ટ્રમ્પને ચારે બાજુથી ઘેરી લીધા. આ દોડધામમાં ટ્રમ્પ એકવાર પડી પણ ગયા હતા.
મહેમાનોનો ફફડાટ: ગોળીબાર થતા જ હોટલમાં હાજર વેઈટરો અને કેબિનેટ મંત્રીઓ જીવ બચાવવા ટેબલ નીચે છુપાઈ ગયા હતા.
હુમલાખોર ઝડપાયો: સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી હુમલાખોરને ઝડપી પાડ્યો છે. શૂટર પાસે અત્યંત શક્તિશાળી બંદૂક હોવાનું સામે આવ્યું છે.
ટ્રમ્પની પ્રતિક્રિયા: “બંધારણ પર હુમલો થયો”
હુમલાના આશરે 1.5 કલાક પછી ટ્રમ્પે (Trump) મીડિયાને સંબોધિત કરતા કહ્યું, “આ સાંજ ઘણી હલચલભરી રહી. સિક્રેટ સર્વિસે બહાદુરીથી મારો જીવ બચાવ્યો છે. જે અધિકારીને ગોળી વાગી છે તે સુરક્ષિત છે.” ટ્રમ્પે (Trump) હુમલાખોરના CCTV ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
PM મોદીએ કરી નિંદા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Trump) અને તેમનો પરિવાર સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ.”
Trump પર આ બીજો મોટો હુમલો
નોંધનીય છે કે 13 July 2024 ના રોજ પેન્સિલવેનિયાની ચૂંટણી રેલીમાં પણ ટ્રમ્પ (Trump) પર એસોલ્ટ રાઇફલથી હુમલો થયો હતો, જેમાં એક ગોળી તેમના કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી. ફરી એકવાર 2026 માં આ પ્રકારનો હુમલો થતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
આ પણ વાંચો :બોમ્બ વિના ઈરાનને બરબાદ કરવાનો ટ્રમ્પનો પ્લાન, હોર્મુઝની નાકાબંધીથી ઓઇલના કૂવા કાયમ માટે થઈ શકે છે બંધ
આ પણ વાંચો : વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબાર, ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત, વોશિંગ્ટન ડી.સી.માં હાઇ અલર્ટ
આ પણ વાંચો : શું ટ્રમ્પ ભારતીય બાળકોની નાગરિકતા છીનવી લેશે? 16 લાખ ભારતીયો માટે ચિંતાજનક સમાચાર
