World News/ બોમ્બ વિના ઈરાનને બરબાદ કરવાનો ટ્રમ્પનો પ્લાન, હોર્મુઝની નાકાબંધીથી ઓઇલના કૂવા કાયમ માટે થઈ શકે છે બંધ

Trump એ હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી કરીને ઈરાનના ઓઇલ સેક્ટરને પાયમાલ કરવાની રણનીતિ અપનાવી છે. ઓઇલના કૂવા બંધ થવાના જોખમ અને આર્થિક સંકટ વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories international World
Trump

Trump’s New Strategy for Iran: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ઘૂંટણિયે લાવવા માટે એક નવી અને અત્યંત ઘાતક વ્યૂહરચના અપનાવી છે. ભલે યુદ્ધવિરામ 3 સપ્તાહ લંબાવવામાં આવ્યો હોય, પરંતુ હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી કરીને ટ્રમ્પે ઈરાનની આર્થિક કરોડરજ્જુ ગણાતા તેલ ઉદ્યોગ પર પ્રહાર કર્યો છે. આ નાકાબંધીને કારણે ઈરાનના ઓઇલના કૂવા કાયમી ધોરણે બંધ થઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

Trump ની હોર્મુઝ પર લોખંડી પહેરો: સપ્લાય ચેઇન ઠપ

ઈરાન અને અમેરિકા (Trump) વચ્ચે ઇસ્લામાબાદમાં વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ છે. અમેરિકાએ હોર્મુઝમાં એવી નાકાબંધી કરી છે કે ઈરાનનું ક્રૂડ ઓઇલ અન્ય દેશો સુધી પહોંચી શકતું નથી.

જહાજો તૈનાત: અમેરિકાએ ઇતિહાસમાં પ્રથમવાર પોતાના 3 વિશાળ જહાજો USS Abraham Lincoln (CVN-72), USS Gerald R. Ford (CVN-78) અને USS George H. W. Bush (CVN-77) મધ્ય-પૂર્વમાં તૈનાત કર્યા છે.

સખત દેખરેખ: અત્યાર સુધીમાં 34 થી વધુ જહાજોને રસ્તો બદલવા મજબૂર કરાયા છે. આ વિસ્તારમાં 200 થી વધુ ફાઈટર જેટ અને હજારો સૈનિકો ખડેપગે છે.

ઓઇલનો ભરાવો: ઈરાન પાસે જગ્યા ખૂટી

ઈરાન માટે અત્યારે તેનું પોતાનું તેલ જ બોજ બની ગયું છે:

નિકાસ બંધ: ખાર્ગ આઇલૅન્ડ પરથી થતો 90% સપ્લાય અટકી ગયો છે. ચીન અને અન્ય દેશોમાં થતી નિકાસ હવે અશક્ય બની છે.

સ્ટોરેજની સમસ્યા: ઈરાન પાસે ઓઇલનો એટલો ભરાવો થયો છે કે તેને રાખવાની જગ્યા નથી. જૂના સ્ટોરેજમાં પણ માત્ર 2 દિવસ ચાલે તેટલી જ ક્ષમતા બાકી છે.

કાયમી નુકસાનનું જોખમ

નિષ્ણાતોના મતે, જો સ્ટોરેજ ફૂલ થઈ જાય તો ઈરાને (Trump) મજબૂરીમાં પોતાના ઓઇલના કૂવા બંધ કરવા પડશે.

ટેકનિકલ જોખમ: જો ઓઇલના કૂવા એકવાર બંધ થઈ જાય, તો તેની દૈનિક ઉત્પાદન ક્ષમતા કાયમ માટે ખતમ થઈ શકે છે.

આર્થિક પાયમાલી: આનાથી ઈરાનને માત્ર અત્યારે જ નહીં, પણ આવનારા અનેક વર્ષો સુધી આર્થિક નુકસાન વેઠવું પડશે, જે તેની અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે તોડી નાખશે.


આ પણ વાંચો :રશિયામાં 10 ભારતીયોના મોત પર સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, ‘યુવાનો સ્વેચ્છાએ યુદ્ધ લડવા ગયા હતા

આ પણ વાંચો : ટ્રમ્પના પ્રયાસો છતાં લેબનોનમાં ધડાકા, હિઝબુલ્લાહે ઈઝરાયલી ડ્રોન તોડી પાડ્યું, 3 અઠવાડિયા લંબાયો સીઝફાયર

આ પણ વાંચો : શું ટ્રમ્પ ભારતીય બાળકોની નાગરિકતા છીનવી લેશે? 16 લાખ ભારતીયો માટે ચિંતાજનક સમાચાર