Surat News/ PSIની રિવોલ્વર સફાઈ દરમિયાન અચાનક ફાયરિંગ! પાણીના જગને વીંધી યુવકના પેટમાં ઘૂસી ગોળી

સુરતના નાના વરાછા PSI દ્વારા પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી છૂટી હતી. ગોળી પાણીના જગને વીંધી અરવિંદ પટેલના પેટની આરપાર થઈ હતી.

Gujarat Top Stories Surat Breaking News
revolver

Surat News: નાના વરાછા પોલીસ ચોકીમાં PSI પી.એસ. મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગોળી છૂટવાની ઘટના (Surat PSI Misfire) સામે આવી છે. ગોળી ટેબલ પર મૂકેલા પાણીના જગને વીંધીને ત્યાં હાજર અરવિંદ પટેલના પેટની આરપાર થઈ ગઈ હતી. ઘટના બાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો..

PSI નું મિસ ફાયરિંગ ફાયરિંગ

DCP આલોક કુમારે આપેલી વિગતો મુજબ PSI મકવાણા પોલીસ ચોકીમાં ટેબલ-ખુરશી પર બેસીને પોતાની સર્વિસ રિવોલ્વરની સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન રિવોલ્વરની ચેમ્બરમાં એક રાઉન્ડ પહેલેથી જ ફસાયેલો હોવાનું સામે આવ્યું છે.

હથિયાર સાફ કરતી વખતે અચાનક ટ્રિગર દબાઈ ગયું અને ગોળી છૂટી હતી. આ પ્રકારની હથિયારની બેદરકારી (Weapon Negligence)ની ઘટનામાં પોલીસ દ્વારા હથિયાર કેવી સ્થિતિમાં હતું અને સફાઈ દરમિયાન સુરક્ષા પ્રક્રિયાનું પાલન થયું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગોળી પહેલા ટેબલ પર મૂકેલા પાણીના મોટા જગમાંથી પસાર થઈ હતી અને ત્યારબાદ નજીક હાજર અરવિંદ પટેલના પેટમાં વાગી હતી.

PSI પોતે ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા

ફાયરિંગ (Firing)ની ઘટના બનતાં જ PSI મકવાણાએ સમય ગુમાવ્યા વગર ઈજાગ્રસ્ત અરવિંદ પટેલને પોતાના વાહનમાં નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. તબીબોના જણાવ્યા મુજબ હાલ અરવિંદ પટેલની સ્થિતિ જોખમ બહાર હોવાનું જણાવાયું છે. જોકે, પેટમાં ગોળી વાગવાથી ઈજા ગંભીર હોવાથી તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલુ રાખવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.

DCP આલોક કુમારે (Alok Kumar)ઘટનાસ્થળની મુલાકાત લઈને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. પોલીસ દ્વારા ઘટનાની તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં દુષ્કર્મના આરોપીનું પોલીસ પર હુમલો, સ્વબચાવમાં ફાયરિંગ; પગમાં ગોળી વાગી

આ પણ વાંચો:ભેસ્તાનમાં તલવાર-ધારિયા-કુહાડીથી હુમલો, પછી ફાયરિંગ! સતીશ મરાઠા હત્યા કેસમાં 9 ઝડપાયા

આ પણ વાંચો: થાઈલેન્ડની સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યું આડેધડ ફાયરિંગ; એક શિક્ષકનું મોત, 20 વિદ્યાર્થીઓ ઘાયલ