Flight/ GoAirની લેહ-દિલ્હી ફલાઇટનું ટેકઓફ આ કારણે થયું મોકૂફ

આ પહેલા ગોએરની બે ફ્લાઈટને એન્જિન ફેઈલ થવાના કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી.

Top Stories India

લેહથી દિલ્હી જતી ગો એરની ફ્લાઈટ રનવે પર શ્વાન સામે આવી જતા ટેકઓફ થઈ શકી ન હતી. GoAir સાથે આજે એટલે કે મંગળવારે આ ત્રીજી ઘટના છે, જ્યારે GoAirની ફ્લાઈટ્સ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકી નથી. આ પહેલા ગોએરની બે ફ્લાઈટને એન્જિન ફેઈલ થવાના કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી.

મંગળવારે સવારે, એરબસ A-320, જેનો ઉપયોગ મુંબઈથી લેહની ફ્લાઇટ માટે કરવામાં આવી રહ્યો હતો, તેના એન્જિનમાં તકનીકી ખામીને કારણે દિલ્હીમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. ગોએરની બીજી ફ્લાઈટ મંગળવારે જ શ્રીનગરથી દિલ્હી માટે ટેકઓફ થઈ હતી. તેને પણ ટેકનિકલ ખામીના કારણે શ્રીનગર પરત ફરવું પડ્યું હતું. ડીજીસીએએ કહ્યું છે કે તમામ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે   ટેક્નિકલ ખામીને કારણે રવિવારે બે ભારતીય એરલાઇન કંપનીઓની એક પછી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને મસ્કતમાં લેન્ડ કરવામાં આવી હતી. આના થોડા કલાકો પહેલા શારજાહથી હૈદરાબાદ આવી રહેલા ઈન્ડિગો પ્લેનનું પાકિસ્તાનના કરાચીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતુંડીજીસીએ અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટની ફોરવર્ડ ગેલેરીના વેન્ટમાંથી સળગતી ગંધ આવી હતી, જેના પગલે પ્લેનને મસ્કત તરફ વાળવામાં આવ્યું હતું. ઈન્ડિગોના પ્લેનમાં ક્રૂએ ટેકનિકલ ખામીની નોંધ લીધી અને પ્લેનને કરાચી લઈ જવામાં આવ્યું હતું