New Delhi News/ એરપોર્ટ પર લાંબી કતારોમાંથી મુક્તિ! 1 સપ્ટેમ્બરથી બોર્ડિંગ પાસ પર સિક્કો મારવાની પ્રથા બંધ

Airport Boarding Pass અંગે 1 સપ્ટેમ્બર 2026થી મોટો ફેરફાર થશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ નહીં લાગે અને ડિજિટલ ઈ-પાસ માન્ય રહેશે.

Breaking News Business
Airport Boarding Pass

Business News: આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. 1 સપ્ટેમ્બર 2026થી દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સિક્કો મારવાની પ્રક્રિયા બંધ કરવામાં આવશે. હવે મુસાફરો સ્માર્ટફોન પર ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ (Airport Boarding Pass) બતાવીને ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે.

બોર્ડિંગ પાસ (Airport Boarding Pass) પર સિક્કો મારવાની જરૂર કેમ નહીં પડે?

બ્યુરો ઓફ ઇમિગ્રેશનને મુસાફરો તરફથી બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પિંગ અંગે અનેક ફરિયાદો મળતી હતી. કાઉન્ટર પર દરેક મુસાફરના બોર્ડિંગ પાસ પર મહોર લગાવવાની પ્રક્રિયામાં વધારાનો સમય લાગતો હતો. ઘણી વખત સિક્કો યોગ્ય જગ્યાએ ન લાગવો અથવા તેની છાપ સ્પષ્ટ ન હોવાને કારણે આગળના તબક્કે સુરક્ષા તપાસ દરમિયાન પણ મુશ્કેલી સર્જાતી હતી. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હવે ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ ડિજિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી વ્યવસ્થામાં ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ (Digital E-Boarding Pass)નો ઉપયોગ વધશે. મુસાફર પોતાના મોબાઇલમાં રહેલો માન્ય પાસ બતાવીને જરૂરી ચકાસણી કરાવી શકશે.

1 સપ્ટેમ્બરથી કયા નિયમો બદલાશે?

નવી વ્યવસ્થા 1 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવશે અને દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર લાગુ પડશે. મુસાફરો માટે સૌથી મોટો ફેરફાર એ રહેશે કે ઇમિગ્રેશન અધિકારી બોર્ડિંગ પાસ પર કોઈ ફિઝિકલ સ્ટેમ્પ લગાવશે નહીં. મોબાઇલમાં ડિજિટલ બોર્ડિંગ પાસ બતાવી શકાય છે. બીજી તરફ, પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ રાખતા મુસાફરો માટે પણ કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. તેઓ કાગળનો બોર્ડિંગ પાસ સાથે રાખી શકે છે, પરંતુ તેના પર ઇમિગ્રેશનની મહોર નહીં લાગે. આ ફેરફારથી એરપોર્ટ ઇમિગ્રેશન પ્રક્રિયા (Airport Immigration Process) વધુ ઝડપી અને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મુસાફરો માટે સમય બચશે, પ્રક્રિયા વધુ ડિજિટલ બનશે

બોર્ડિંગ પાસ સ્ટેમ્પિંગ બંધ કરવાનો મુખ્ય હેતુ મુસાફરોનો સમય બચાવવાનો અને એરપોર્ટ પરની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. હાલ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ઇમિગ્રેશન કાઉન્ટર પર વિવિધ ચકાસણીમાંથી પસાર થવું પડે છે. તેમાં બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયા પણ સામેલ હતી. હવે આ વધારાનું પગલું દૂર થતાં કાઉન્ટર પરની કામગીરી ઝડપી બની શકે છે.

આ સાથે ભારત હવાઈ મુસાફરીને વધુ પેપરલેસ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. Paperless Air Travel તરફનું આ પગલું ભવિષ્યમાં એરપોર્ટ પરની અન્ય પ્રક્રિયાઓને પણ ડિજિટલ બનાવવામાં મદદ કરી શકે છે.

પાસપોર્ટ સ્ટેમ્પિંગ પણ નાબૂદ કરવાની તૈયારી

સરકારની યોજના માત્ર બોર્ડિંગ પાસ સુધી મર્યાદિત નથી. ભારતીય પાસપોર્ટ ધરાવતા મુસાફરો માટે દેશમાંથી બહાર જતી વખતે અને ભારતમાં પરત ફરતી વખતે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રક્રિયા પણ તબક્કાવાર નાબૂદ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. આ માટે કેટલાક એરપોર્ટ્સ પર પાયલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. પરીક્ષણ સફળ થયા બાદ ઈ-ગેટ આધારિત સિસ્ટમને દેશભરના એરપોર્ટ્સ પર વિસ્તૃત કરવાની યોજના છે.


આ પણ વાંચો:Electric Plane: 27 મિનિટની ઉડાન અને માત્ર $5નો વીજળી ખર્ચ, શું સસ્તી થશે હવાઈ મુસાફરી?

આ પણ વાંચો:હવાઈ મુસાફરી થશે સસ્તી? આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો

આ પણ વાંચો:યુદ્ધને કારણે હવાઈ મુસાફરી થઈ મોંઘી, એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં ₹899 સુધીનો કર્યો વધારો