Ahmedabad News/ અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, શહેરમાં શંકાસ્પદ દવાના વેચાણ સામે કાર્યવાહી! 30 સ્થળે દરોડા, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં ઝડપાયો નકલી દવાનો કારોબાર. શહેરના અલગ અલગ વિસ્તારના 30 સ્થળે દરોડા પાડવામાં આવ્યા.1.70 લાખનો મુદ્દામાલ જપ્ત.

Gujarat Ahmedabad Breaking News
suspected medicines

Ahmedabad News: અમદાવાદમાં શંકાસ્પદ દવા ( suspected medicines)ના વેચાણની માહિતી મળ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં 30 જેટલા સ્થળોએ દરોડા પાડી શંકાસ્પદ દવાઓ સહિત 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ દવાઓ ખરેખર નકલી છે કે નહીં તે જાણવા સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના જણાવ્યા મુજબ વિભાગને નકલી દવાના વેચાણ અંગે બાતમી મળી હતી. ત્યારબાદ અલગ-અલગ ટીમો દ્વારા અમદાવાદમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરમાંથી suspected medicinesનો જથ્થો જપ્ત

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે અમદાવાદમાં આશરે 30 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન કેટલીક શંકાસ્પદ દવાઓ મળી આવતા વિભાગે તેના સેમ્પલ કબજે કરીને લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. હાલ આ દવાઓને સત્તાવાર રીતે નકલી જાહેર કરવામાં આવી નથી. લેબોરેટરીના રિપોર્ટ બાદ જ તે ડુપ્લિકેટ અથવા નકલી છે કે નહીં તેની ચોક્કસ પુષ્ટિ થશે. આ સમગ્ર કાર્યવાહી નકલી દવાની તપાસ (Fake Medicine Investigation)ના ભાગરૂપે કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા દવાઓના પેકિંગ, બેચ નંબર, સપ્લાય ચેન અને અન્ય વિગતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

UP અને રાજસ્થાનથી દવા લાવાતી હોવાની માહિતી

પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાઓ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી લાવવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. જોકે, દવાઓ કયા ચોક્કસ સ્થળેથી આવતી હતી અને તેના પાછળ કોણ હતું તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. વિભાગ હવે આ સમગ્ર શંકાસ્પદ નકલી દવાના નેટવર્ક (Fake Medicine Network)ની સપ્લાય ચેન શોધી રહ્યું છે. દવા ક્યાંથી ખરીદવામાં આવતી હતી, અમદાવાદમાં કોને સપ્લાય કરવામાં આવતી હતી અને તેનું વેચાણ કયા સ્થળોએ થતું હતું તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગની કાર્યવાહી બાદ હવે નકલી દવાઓના સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ બને તેવી શક્યતા છે. જો આરોપો પુરવાર થશે તો સંબંધિત લોકો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો :બાળકોની દવાના નામે શંકાસ્પદ ધંધો? કપડવંજના દવાખાનામાં FDCAનો દરોડો, 160 બોટલો મળી

આ પણ વાંચો:દાહોદમાં કોલેરાના શંકાસ્પદ કેસ, આઠ બાળકો દવાખાનામાં, એક બાળકીનું મોત

આ પણ વાંચો:4 વર્ષથી નાના બાળકોને કફ-એલર્જીની આ દવા નહીં આપી શકાય, કેન્દ્ર સરકારે જાહેર કરી ચેતવણી