Sports News: મહિલા દિલ્હી પ્રીમિયર લીગ 2026માં 20 વર્ષની મેધાવી બિધૂડી (Medhavi Bidhudi)પોતાના અનોખા સેલિબ્રેશનને કારણે રાતોરાત સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. વિકેટ લીધા બાદ તેના ‘6-7’ સેલિબ્રેશનનો વીડિયો (Medhavi Bidhuri Viral Video) વાયરલ થતાં ક્રિકેટ ચાહકોમાં આ યુવા ખેલાડી વિશે ઉત્સુકતા વધી છે.
Medhavi Bidhudi કોણ છે?
મેધાવી બિધૂડી દિલ્હીની યુવા ક્રિકેટર છે અને સ્થાનિક ક્રિકેટમાં લાંબા સમયથી સક્રિય છે. તેણે શહેરના સ્થાનિક ક્રિકેટ સેટઅપમાં મહેનત કરીને પોતાની ઓળખ બનાવી છે. મેધાવી જમણા હાથની સ્પિન બોલિંગ માટે જાણીતી છે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સ્થાનિક સેટઅપમાં તેણે સતત પ્રદર્શન કરીને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. તે મહિલા પ્રીમિયર લીગ 2024ના ઓક્શનમાં પણ રજિસ્ટર થઈ હતી.
2025 દિલ્હી પ્રીમિયર લીગ (2025 Delhi Premier League)દરમિયાન તે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ ટીમનો ભાગ હતી. ફાઇનલમાં તેણે 26 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે મોટા મંચ પર તક મળતાં તે પ્રભાવ પાડવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં મેધાવી મહિલા દિલ્હી પ્રીમિયર લીગમાં સેન્ટ્રલ દિલ્હી ક્વીન્સનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
વિકેટ લીધી અને ‘6-7’ સેલિબ્રેશનથી છવાઈ ગઈ
મહિલા દિલ્હી પ્રીમિયર લીગ 2026ની શરૂઆતની મેચ 20 ઓગસ્ટે સેન્ટ્રલ દિલ્હી ક્વીન્સ અને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મેધાવી બિધૂડીએ 16મી ઓવરમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સની બેટ્સમેન નિશિકા સિંહને આઉટ કરી હતી. વિકેટ મળ્યા બાદ તેણે ‘6-7’ સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ક્રિકેટ ચાહકોનું ધ્યાન આ યુવા ખેલાડી તરફ ખેંચાયું હતું.
મેચમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 29 રનથી જીત મેળવી હતી, પરંતુ મેચના પરિણામ કરતાં મેધાવીનું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વધુ ચર્ચામાં રહ્યું હતું.
બહેનના સૂચનથી પસંદ કર્યો જર્સી નંબર 67
મેધાવીના વાયરલ થવાના કારણમાં તેના સેલિબ્રેશન ઉપરાંત જર્સી નંબર 67 પણ મહત્વનો છે. મેચ બાદ તેણે જણાવ્યું હતું કે ‘6-7’ સેલિબ્રેશનનો વિચાર તેની બહેન પાસેથી આવ્યો હતો. સોશિયલ મીડિયા પરની માહિતી અનુસાર તેની બહેન Gen-Z સ્ટાઇલની મોટી ચાહક છે. તેના સૂચન બાદ મેધાવીએ જર્સી નંબર 67 પસંદ કર્યો અને ત્યારબાદ ‘6-7’ સેલિબ્રેશન (6-7 Celebration)ને પોતાના અંદાજમાં અપનાવ્યું.
આ Gen-Z Trend (Gen-Z Trend) સોશિયલ મીડિયા પર વાયરલ મીમ અને હાથના ખાસ એક્સપ્રેશન સાથે જોડાયેલો છે. મેધાવીએ તેને ક્રિકેટના મેદાન પર પોતાના સેલિબ્રેશન સાથે જોડી દીધો છે.
શું છે ‘6-7’ Gen-Z ટ્રેન્ડ?
‘6-7’ હાલ સોશિયલ મીડિયા (Social Media)પર જોવા મળતો વાયરલ મીમ અને એક્સપ્રેશન છે. તેનો ઉપયોગ ખાસ કરીને Gen-Z યુવાનોમાં અલગ પ્રકારની મસ્તી અને મીમ કલ્ચરના ભાગરૂપે થાય છે. મેધાવીએ આ ટ્રેન્ડને પોતાના જર્સી નંબર સાથે જોડીને વિકેટ બાદ સેલિબ્રેશન કર્યું હતું. તેના કારણે સામાન્ય ક્રિકેટ સેલિબ્રેશન કરતાં આ અંદાજ સોશિયલ મીડિયા યુઝર્સને વધુ આકર્ષક લાગ્યો અને તેનો વીડિયો ઝડપથી વાયરલ થયો.
હવે મેધાવી બિધૂડી માટે દિલ્હી પ્રીમિયર લીગની આગળની મેચોમાં તેના પ્રદર્શન પર પણ ચાહકોની નજર રહેશે. એક વાયરલ સેલિબ્રેશનથી મળેલી લોકપ્રિયતા બાદ તે બોલિંગમાં પણ પોતાની છાપ છોડે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો:કેરળમાં મહિલા ક્રિકેટરોના પૂર્વ કોચની યૌન શોષણના આરોપમાં ધરપકડ
આ પણ વાંચો:રાજ્યની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટરોને મળશે પેન્શન, GCAએ મંજૂર કરી પેન્શન યોજના
આ પણ વાંચો:આ 5 મહિલા ક્રિકેટરો, જેમને WPL ઓક્શનમાં જંગી રકમ મેળવી, કિસ્મત ચમકાવી
