Ahmedabad News: બનાસકાંઠાની જેમ અમદાવાદમાં ભૂતિયા શિક્ષકોનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના શિક્ષક વિદેશ ગયા બાદ તેમની જગ્યાએ અન્ય શિક્ષક ભણાવી રહ્યા હતા. એ અંગે શિક્ષણ વિભાગને જાણ થતાં પગલાં લેવામાં આવ્યાં છે. આમ રાજ્યમાં ભૂતિયા શિક્ષકોને લઈને દરેક શહેરના ડીઇઓ જાગૃત થઈ રહ્યા છે ત્યાર બાદ અમદાવાદમાં પણ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે. અમદાવાદ શહેરની સ્કૂલોમાંથી પણ 12 અને ગ્રામ્યમાંથી 1 શિક્ષક રજા પર છે, જેમાંથી 10 જેટલા શિક્ષક વિદેશ ગયા છે.

આ ઉપરાંત 2 ક્લાર્ક પણ 90 દિવસથી વધુ સમયથી રજા પર છે. જોકે હવે આ શિક્ષકો અંગે તપાસ ચાલી રહી છે. કેટલાક શિક્ષકો અગાઉ પણ આ રીતે લાંબી રજા લઈને વિદેશ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ શિક્ષકો 4 મહિના કરતાં વધુ સમયથી રજા પર છે.
કેટલાક શિક્ષક 4 મહિના કરતાં વધુ સમયથી રજા પર છે
શિક્ષકોની હાજરી તથા રજા અંગે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના મળતાં અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી. આ શિક્ષકો પૈકી કેટલાક 4 મહિના કરતાં વધુ સમયથી રજા પર છે. તો કેટલાક શિક્ષકો અગાઉ પણ લાંબી રજા મંજૂર કરાવીને વિદેશ જતા રહ્યા હતા, જોકે શિક્ષકો કયા ઉદ્દેશથી વિદેશ જાય છે? એ અંગે હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે.

અમદાવાદ શહેર DEO કચેરી હેઠળના 3 શિક્ષક રજા પર છે, જેમાંથી એક દંપતી છે, જે 120 દિવસથી રજા પર છે. બંને હક રજાના આધારે વિદેશમાં છે. અન્ય એક મહિલા શિક્ષક 177(6 મહિના) દિવસથી રજા પર છે. અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોમાં પણ 8 શિક્ષક રજા લઈને વિદેશ જતા રહ્યા છે. આ શિક્ષકો ઘણા લાંબા સમયથી રજા પર છે. AMC સ્કૂલ બોર્ડ સંચાલિત હિન્દી સ્કૂલના એક શિક્ષક 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પર છે, તેમને નોટિસ આપ્યા છતાં હાજર ના થતાં હવે છૂટા કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્યની સ્કૂલમાં 2 ક્લાર્ક પણ લાંબા સમયથી રજા પર છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!
આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં
આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ
