Botad News/ સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!

શિવ, શેષનાગ અને શિવલિંગ, રૂદ્રાક્ષની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે……

Gujarat

Botad News: સાળંગપુર કષ્ઠભંજન મંદિરે દાદા હનુમાનજીને શ્રાવણનાં બીજા સોમવારે દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દાદાના સિંહાસનને શિવની પ્રતિકૃતિથી શણગાર કરાયો છે. ભક્તો સવારથી દાદાના દર્શને ઉમટી પડ્યાં છે.

હનુમાનજીની મૂર્તિ છે ત્યાં ભવ્ય શિવ, શેષનાગ, શિવલિંગ, રૂદ્રાક્ષની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. કષ્ટભંજન દેવના મુગટને ગુલાબની પાંદડીઓ વડે શણગારાયો છે. તેમના વસ્ત્રો વાઘના ચામડાની પ્રતિકૃતિ હોય તેવા પહેરાવ્યા છે. દર્શનાર્થીઓ કહી રહ્યા છે કે દાદાના દર્શન કરીને ભગવાન શિવને જોયા હોવાનું અનુભવી રહ્યાં છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અરવલ્લીમાં દેશ વિરૂદ્ધ લખાણ બદલ બાંગ્લાદેશી યુવક ઝડપાયો

આ પણ વાંચો:પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં

આ પણ વાંચો:રાજ્યમાં સરદાર સરોવર ડેમ છલોછલ, ધરોઈ ડેમ 60% ખાલી