Gujarat News: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મહેસાણામાં ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.
સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા કરાયા છે. ડેમમાંથી કુલ 1,52,294 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા વધારો થયો છે. નર્મદા ડેમ માંથી કુલ 1,52,294 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે મહત્તમ સપાટીથી નર્મદા ડેમ હવે માત્ર 3 મીટર દૂર છે.
ધરોઈ ડેમ સીઝનમાં 40 ટકા ભરાયો છે. રાજસ્થાનના ઉપરવાસમાં ફક્ત 440 ક્યુસેક જ પાણીની આવક થઈ છે. પાણી આવક નહિવત રહેતા ડેમ 60 ટકા ખાલી રહ્યો છે. ધરોઈ ડેમની જળ સપાટી 602.75 ફૂટ પહોંચી છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે.
નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા
નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદિરેયા ગામ અને શિનોરના અંબાલી, બરકાલ, દિવેર ગામ તથા શિનોરના માલસર, દરિયાપુરા, મોલેથા ગામને એલર્ટ કરાયા છે. શિનોરના ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશઆળ ગામ તથા કરજણના પુરા, આલમપુરા, કરજણના રાજલી, લીલાઈપુરા, નાનીકોરલ ગામ એલર્ટ પર છે. તેમજ કરજણના મોટી કરોલ, જુના સાયર, સાગરોલ તથા ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામ પણ એલર્ટ પર છે .
ઉકાઇ ડેમના ઉપરવાસમાં ફરીથી વરસાદ શરૃ થવાની સાથે દરવાજા બંધ કરી દેતા સપાટી રૃલલેવલ ૩૩૫ ફુટની ટચોટચ પહોંચી જતા સતાધીશોએ બંધ કરેલા ચાર દરવાજા ચાર ફુટ સુધીના ફરીથી ખુલ્લા કરીને આજે સવારે ૧૦ વાગ્યાથી દરવાજા, હાઇડ્રો અને કેનાલ મળીને ૪૬ હજાર કયુસેક પાણી છોડીને સપાટી નીચી લઇ જવાની મથામણ શરૃ કરી છે. હથનુર- પ્રકાશામાંથી સામાન્ય જ પાણીની આવક આવી રહી હોવાથી સતાધીશોને રાહત છે.
આ પણ વાંચો:અરવલ્લીમાં દેશ વિરૂદ્ધ લખાણ બદલ બાંગ્લાદેશી યુવક ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસ્યો વરસાદ…
