Gujarat News : ગુજરાતમાં ગત સપ્ટેમ્બરથી કેન્દ્ર સરકારના પોર્ટલ દ્વારા જન્મ અને મરણના પ્રમાણપત્રો મળી રહ્યાં છે. આ પ્રમાણપત્રોમાં ડિજિટલ સિગ્નેચરનો સમાવેશ થાય છે. આથી સરકારે જાહેર જનતાને જાણ કરી છે કે, ગુજરાત રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રને, સરકારની તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકાર કરવો પડશે.
કેન્દ્ર સરકારના CRS Portalમાં જન્મના તેમજ મરણના પ્રમાણપત્ર પર જન્મ-મરણની નોંધણી કરનાર રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રારની ડિજિટલ સિગ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇ-મેઇલ આઇ.ડી. પર મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકો રજીસ્ટ્રાર-સબરજીસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે.
આ પણ વાંચો:ચૂંટણીપંચ આજે રાષ્ટ્રવ્યાપી SIRની જાહેરાત કરશે
આ પણ વાંચો:બિહારમાં SIR સંપૂર્ણ રીતે સફળઃ મુખ્ય ચૂંટણી કમિશ્નરનો દાવો
આ પણ વાંચો:SIR વિવાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં’
