Rajkot News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (GPCC) પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને CLP નેતા ડૉ. તુષાર ચૌધરી (Amit Chavda, Mukul Vasnik, Dr. Tushar Chaudhari) આજે ખોડલધામ ખાતે પહોંચી માં ખોડલના ચરણોમાં શીશ નમાવી દર્શન કર્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસ (Congress)ના સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત ચાવડાએ જણાવ્યું કે, “મા ખોડલના ચરણોમાં શીશ નમાવીને અમે ગુજરાતની જનતાના હક અને અધિકાર માટે જે સંઘર્ષ કરી રહ્યા છીએ, તેમાં મા ખોડલ અમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે. ગુજરાતની પ્રગતિ, સમરસતા અને સમૃદ્ધિ માટે માં ખોડલના આશીર્વાદ સૌને મળે તે માટે શુભેચ્છા પાઠવી છે.”
[fvplayer id=”212″]
સવિશેષ આભાર ખોડલધામ ટ્રસ્ટ (Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ તથા અન્ય તમામ ટ્રસ્ટીઓને, જેઓએ ઉમળકાભેર સ્વાગત કરી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ તથા સમાજસેવાના કાર્યો વિશે વિગતવાર માહિતી આપી.

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ માં ખોડલના આશીર્વાદ લઈને રાજ્યમાં ન્યાય, સમાનતા અને લોકહિત માટે અવિરત લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢના ખેડૂતોને નુકસાન ભરપાઈ કરી આપોઃ સાંસદની માંગ
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન સળગશે, ખેડૂતો કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ફરી રસ્તા પર ઉતરશે
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ
