Ahmedabad News/ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવશે

~ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – ‘વોકલ ફોર લોકલ’ ને નવી ઊંચાઈ આપતો દેશનો સૌથી મોટો રિટેલ ઉત્સવ બનશે.

Gujarat Trending
Ahmedabad Shopping Festival to begin

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025-26’ નો ભવ્ય પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 5 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના સિંધુભવન રોડ પાસે આવેલ મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક પાસેના પ્લોટ ખાતેથી થશે. આ ફેસ્ટિવલ પ્રારંભ પ્રસંગે અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવશે. આ અવસરે ભવ્ય આતશબાજી અને બલુન પણ ઉડાડવામાં આવશે, જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

16 જાન્યુઆરી સુધી ચાલનારો આ રિટેલ, લાઈફસ્ટાઈલ અને એન્ટરટેઇનમેન્ટ વિશાળ મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પને સાકાર કરવાની સાથે શહેરના વેપાર અને પર્યટન ક્ષેત્રમાં નવી ઉર્જા ફૂંકશે. સાચા અર્થમાં અમદાવાદની ઉદ્યોગસાહસિક શક્તિને ઉજવતો અને ‘સ્વદેશી વિથ ગ્લોબલ અપિલ’ થીમ આધારિત આ ફેસ્ટિવલની સેકન્ડ એડિશન માટે અમદાવાદ શહેર હાલમાં જ ઉત્સાહભેર તૈયારીઓમાં લાગી ગયું છે.

આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પ્રસંગે જાણિતા બેન્ડ કબીર કાફેનું લાઇવ પર્ફોનન્સ યોજાશે. આકર્ષક ઇન્સ્ટોલેશન્સ, ઇન્ટરેક્ટિવ ઝોન્સ અને શહેરભરમાં યોજાનાર વિશાળ ફાયરવર્ક્સ ડિસ્પ્લે દ્વારા અમદાવાદમાં ભવ્ય ઉત્સવની શરૂઆત થશે.

આ વર્ષે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) અંતર્ગત શહેરના 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ્સ અને 12થી વધુ હોટસ્પોટ ઝોનને તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સિંધુભવન, સી.જી.રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાંકરિયા રામબાગ રોડ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લો ગાર્ડન, માણેકચોક સહિતના વિસ્તાર અને શહેરના અગ્રણી મોલનો સમાવેશ થાય છે. સમગ્ર શહેરમાં શોપિંગ, મનોરંજન, ફૂડ અને આર્ટિઝન માર્કેટનો અદ્ભુત સમન્વય જોવા મળશે.

પરંપરાગત રિટેલ શોપિંગને પાર કરીને આ ફેસ્ટિવલ એક સમગ્ર સિટી વાઇડ અનુભવ આપે છે. આ ફેસ્ટિવલ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ્સ, લાઇવ મ્યુઝિક શોઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોમેડી અને કાવ્ય સંધ્યા, રમતગમત પ્રવૃતિઓ, યુવા ઝોન્સ અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ઝોન સહિત અનેક કાર્યક્રમો નાગરિકો અને પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

શહેરના નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ માટે ખાસ તૈયાર કરાયેલા હેરિટેજ વોકિંગ ટુર્સ, જ્યારે સિંધુ ભવન રોડ પર વેડિંગ શોપિંગ એક્સપિરિયન્સ ઝોન આ સિઝનના વેડિંગ શોપિંગને પ્રીમિયમ સ્પર્શ આપશે. આ ફેસ્ટિવલમાં મેજર બ્રાન્ડ્સ, હોટેલ્સ, મોલ્સ, રિટેલ, ક્લોથિંગ, ગિફ્ટ, રેસ્ટોરાં અને અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી બ્રાન્ડ ભાગીદાર બન્યા છે.

આ ફેસ્ટિવલને ડિજિટલ રીતે સુલભ બનાવવા ASFનું અધિકૃત મોબાઈલ એપ અને વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા છે. એપ મારફતે ખાસ ઓફર્સ, ઇન્ટરેક્ટિવ મેપ, ઇવેન્ટ્સના રિયલ ટાઈમ અપડેટ્સ તથા શોપર પાસ જે AMTS અને BRTSમાં ફેસ્ટિવલ દરમિયાન નિઃશુલ્ક મુસાફરીની સગવડ સાથે ખાસ ડીલ્સ અને લકી ડ્રોઝની તક મળશે.

આ વર્ષે ASFમાં 8000થી વધુ વ્યવસાયો જોડાયા છે, જેમાં રિટેલ સ્ટોર્સ, મોલ્સ, MSMEs, હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, કારીગરો અને પ્રીમિયમ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. શહેરમાં વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્રાપુર ખાતેનું સ્વદેશી મોલ, કોટેજ ઇન્ડસ્ટ્રી પ્રદર્શન અને સ્થાનિક કારીગરોની વિશેષ ભાગીદારી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સમાં 15% થી 35% સુધીના ડિસ્કાઉન્ટ ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે. હંગ્રીટો, વિકેન્ડ વિન્ડો, ફન બ્લાસ્ટ અને વિવિધ સાંસ્કૃતિક મનોરંજન કાર્યક્રમો દરમિયાન શહેરભરમાં ઉત્સવનો માહોલ છવાઈ જશે.

અમદાવાદ શહેર દેશ-વિદેશના મુલાકાતીઓને આ અનોખા વેપાર સંસ્કૃતિ મનોરંજનના ભવ્ય ઉત્સવમાં આવકારવા આતુર છે. સ્વદેશી ગૌરવ, રિટેલ ઇનોવેશન અને આધુનિક શહેર જીવનશૈલીના સમન્વય સાથે ASF 2025-26 અમદાવાદને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રિટેલ નકશા પર નવી ઓળખ અપાવશે.

વધુ વિગતો માટે www.ahmedabadshoppingfestival2025.com ની મુલાકાત લઈ શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવે સિંચાઈ માટે પાણીનું ટેન્શન નહીં રહે.. વૈજ્ઞાનિકે ડાંગરની આ નવી જાત વિકસાવી

આ પણ વાંચો: ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા ખાતર વિતરણનું સુદ્રઢ આયોજન

આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા  રૂ. 10,000 કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા તા. 5 ડિસેમ્બર, 2025 સુધી લંબાવાઈ