Gandhinagar News/ ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યાનો શંકાસ્પદ આરોપી ઝડપાયો, નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો હતો

મહિલા પોલીસકર્મીનું મોઢું દબાવીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

Gujarat Gandhinagar Top Stories

Gandhinagar News : અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે એક અમરેલીના શંકાસ્પદ શખસને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી હતી. મહિલા કોન્સ્ટેબલના ઘરે શંકાસ્પદ શખસ આવ્યો હોવાના પુરાવા મળતા પોલીસે તેને અટકમાં લઈને ફુછપરછ શરૂ કરી હતી. મહિલા પોલીસકર્મીનું મોઢું દબાવીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ સાથે જ મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી એક નંબર મળી આવ્યો છે, જે બંધ આવી રહ્યો છે. પોલીસ હાલમાં પ્રેમ પ્રકરણના એંગલ ઉપર પણ તપાસ ચલાવી રહી છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર 29 સપ્ટેમ્બર, 2025એ રાતના 9:30 વાગ્યાની આસપાસ મહિલા કોન્સ્ટેબલ એક્ટિવા લઈને ઘરે આવી હતી. ત્યાર બાદ 30 સપ્ટેમ્બર 2025એ મહિલા કોન્સ્ટેબલનાં ભાઈ-ભાભી ભાવનગરના ગારિયાધાર ખાતે વતનમાં માતાજીનું નેવૈદ્ય કરવા ગયાં હતાં. વતનથી ફોન કોલ કરતા બહેન ફોન રિસીવ કરતી ન હોવાથી પાડોશીને જાણ કરાઈ હતી.

ઘરના દરવાજાને બહારથી નકૂચો હોવાનું પાડોશીએ તપાસ કરતાં જણાયું હતું. પાડોશીએ દરવાજો ખોલીને અંદર જોતાં મહિલા કોન્સ્ટેબલ નિર્વસ્ત્ર હાલતમાં બેભાન જોવા મળી હતી, જેથી 1 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.આ બનાવની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની અલગ-અલગ ટીમ એક્ટિવ કરવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલના મોબાઈલના CDR મેળવવાનું શરૂ કરાયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા કોન્સ્ટેબલના મોબાઈલમાંથી એક નંબર મળી આવ્યો હતો, જે બંધ આવી રહ્યો હતો.

પોલીસ હાલમાં પ્રેમ પ્રકરણના એંગલ ઉપર પણ તપાસ ચલાવી રહી છે.આ મામલે ડીવાયએસપી ડી. ટી. ગોહિલે જણાવ્યું હતું કે, ગાંધીનગરના સેક્ટર 24માં 32 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ જેઓ શાહીબાગ હેડક્વાટરમાં ફરજ બજાવતા તેઓની પાઠ્યપુસ્તક મંડળ ક્વાટર બ્લોકનંબર 752, મકાન નંબર પાંચમાંથી લાશ મળી હતી. આ ક્વાટર તેઓના ભાઈનું હતું અને મહિલા કોન્સ્ટેબલ ત્યાં એકલા રહેતાં હતાં. શંકાસ્પદ હાલતમાં લાશ મળતા તાત્કાલિક સેક્ટર 21ની પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. .

મૃતદેહનું પ્રાથમિક નિરિક્ષણ કરતા શંકાસ્પદ લાગતા એફએસએલની ટીમ બોલાવવામાં આવી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિક પેનલથી કરવા માટે ગાંધીનગર સિવિલને યાદી લખવામાં આવી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે અમારી LCBની ટીમ, સેક્ટર 21ની ટીમ લાગેલી છે.ગાંધીનગર સેકટર-24 પાઠ્યપુસ્કત મંડળમાં પ્રોડક્શન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મૃતક યુવતીના ભાઈ પરિવાર સાથે વતન ભાવનગરના ગારીયાધારમાં માતાજીના નૈવેધ કરવા ગયા હતા. તેમની એક બહેન નડિયાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.

જ્યારે બીજી બહેન હેડ કોન્સ્ટેબલ તરીકે શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં નોકરી કરતી હતી. જોકે, તે વાવોલમાં એક મહિલા અધિકારીના ઘરે ઓર્ડલી તરીકે ફરજ બજાવતી હતી.બનાવના દિવસે મૃતક યુવતીના ભાઈએ પાંચેક વખત તેને ફોન કર્યા હતા પરંતુ, તે ફોન રિસીવ કરતી ન હોવાથી ચિંતાતુર ભાઈએ સામે રહેતા પડોશીને તપાસ કરવા કહ્યું હતું. જેથી, સામે રહેતી મહિલાએ દરવાજો ખોલતા જ પહેલા રૂમમાં બેડ ઉપર યુવતીની નગ્ન હાલતમાં લાશ જોવા મળી હતી. આમ, સમગ્ર હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠા ધાનેરા-નેનાવા બોર્ડર પર ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપાયો

આ પણ વાંચો:બનાસકાંઠા: કાંકરેજના થળી જાગીર મઠના કેસમાં મહંતની તરફેણમાં આવ્યો ચુકાદો

આ પણ વાંચો:બનાસકાંઠા: ભીલડીને તાલુકા મથક જાહેર કરવાની માંગ