Not Set/ રાજકોટમાં કોરોના દર્દીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર ફેલાઈ

ગુજરાતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ છે ત્યારે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયેલો છે. ત્યારે રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ દર્દીએ ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની મવડી ચોકડી પાસે આવેલા સ્વામિનારાયમ ગુરૂકુળ સંજીવની હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દી સુનીલભાઈ ભલસોડએ ગઈકાલે હૉસ્પિટલમાં ઓક્સિજનની નળી વડે […]

Gujarat Rajkot

ગુજરાતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ છે ત્યારે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયેલો છે. ત્યારે રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ દર્દીએ ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટની મવડી ચોકડી પાસે આવેલા સ્વામિનારાયમ ગુરૂકુળ સંજીવની હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દી સુનીલભાઈ ભલસોડએ ગઈકાલે હૉસ્પિટલમાં ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેઓ કોરોના પોઝિટિવ આવતા ખૂબ જ ગભરાઈ ગયા હતાં અને આખરે આ પગલું ભરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.

શહેરના સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજૂરી કરતા સુનીલભાઈને કોરોના ડિટેક્ટ થતા ગત 13 એપ્રિલના રાત્રે સંજીવની ગુરૂકુળ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે રાત્રે બે વાગ્યે ડૉકટરો તેમની પાસે ગયા હતાં. તેમની હાલત સ્થિર હતી. જોકે, કોરોનાને કારણે ખૂબ જ ડરી ગયેલા હોય તેવું વર્તન કરતા હતા.

સુનીલભાઈ ડૉકટરોને અવારનવાર એવું પૂછતા હતા કે, મારા પરિવારજનો કેમ મળવા આવતા નથી? બધા માસ્ક કેમ પહેરે છે? ગઈકાલે રાત્રે બે વાગ્યે ડૉકટરો ગયા બાદ ગમે તે સમયે તેમણે પોતાને ચડાવવામાં આવી રહેલા ઓક્સિજનની નળી કાઢી તેને ગળામાં ભરાવી રૂમમાં આવેલી બારીની ગ્રીલ સાથે બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે હૉસ્પિટલનો સ્ટાફ આ દ્રશ્ય જોઈને અવાચક થઈ ગયો હતો. આ મામલે તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ હૉસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી