Gujarat Local Body Election 2026/ સુરતના વોર્ડ-8માં ભાજપના ઉમેદવાર વંદના ઘોઘારી વિવાદમાં સપડાયા

સુરતમાં ભાજપના વોર્ડ-8ના ઉમેદવાર વંદના ઘોઘારી વિવાદમાં સપડાયા છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સોગંદનામામાં બે સંતાનની હકીકત છૂપાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસે ચૂંટણીપંચમાં પુરાવા સાથે ફરિયાદ કરી છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat news: સુરતમાં ભાજપના વોર્ડ-8ના ઉમેદવાર વંદના ઘોઘારી વિવાદમાં સપડાયા છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સોગંદનામામાં બે સંતાનની હકીકત છૂપાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે કોંગ્રેસે ચૂંટણીપંચમાં પુરાવા સાથે ફરિયાદ કરી છે. આમ ચૂંટણી પહેલાં જ ભાજપની સામે સર્જાયેલા આ વિવાદથી રાજકારણ ગરમાયું છે. આગામી દિવસોમાં ચૂંટણીપંચ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી શકે છે.

કોંગ્રેસના આ આક્ષેપ સામે ભાજપ પણ આગામી દિવસોમાં વળતો પ્રહાર કરે તેવી પ્રબળ સંભાવના છે. ભાજપના ઉમેદવારે કોઈ ભૂલ કરી હોય તો કોંગ્રેસના ઉમેદવાર પણ કોઈ ભૂલ કરી જ શકે. તેથી આગામી દિવસોમાં ભાજપ પ્રહાર કરે તો આશ્ચર્ય નહી થાય. આ ઉપરાંત કોંગ્રેસના આક્ષેપના જવાબમાં કોંગ્રેસના જ કાર્યકરોને તોડવામાં આવે તો પણ આશ્ચર્ય નહીં થાય.

આમ સુરતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે રાજકીય ગરમી વેગ પકડી શકે છે. રાજકારણમાં હવે દરેક પક્ષ કયા સ્તરે જઈ શકે તેની હોડ લાગી છે. આ સંજોગોમાં રાજકીય પક્ષો વચ્ચે ચાલતા વિવાદનું વરવુ સ્વરૂપ જોવા મળે તો પણ આશ્ચર્ય નહીં થાય. તળિયાના સ્તરની સમસ્યાઓનો ખ્યાલ પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમાં આવે છે.


આ પણ વાંચો: સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હોબાળો

આ પણ વાંચો: સુરત વોર્ડ-3માં ભાજપના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો: પાલનપુરમાં કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસનો જ વિરોધ