Surat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અને ઉમેદવારીપત્રો પરત ખેંચવાની કામગીરી પૂરી થઈ ગઈ છે ત્યારે બધા જ રાજકીય પક્ષો હવે પ્રચાર કરી રહ્યા છે. તેઓ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આક્રમક રાજકીય પ્રચારના કારણે રાજકીય પક્ષોના કાર્યકરો એકબીજા સામે આવી જાય તેવી ઘટનાઓ પણ બની રહી છે.
સુરતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આવી જ ઘટના બની હતી. લિંબાયતમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો હતો. આમ પ્રચાર દરમિયાન મદનપુરમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. અહીં સોસાયટી મીટિંગમાં ઘૂસણખોરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને પક્ષ વચ્ચે ઉગ્ર શાબ્દિક ટકરાવ જોવા મળ્યો હતો. આના કારણે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. છેવટે સ્થાનિકોએ વચ્ચે પડીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
આ હોબાળામાં જો સ્થાનિકો વચ્ચે પડ્યા ન હોત અને સ્થિતિ કાબૂમાં લીધી ન હોત તો મામલો વધી જાય તેમ હતો. પરિસ્થિતિ અંકુશ બહાર જઈ શકે તેમ હતી. આ ઘટના બતાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રાજકીય પ્રચારમાં કેટલો ગરમાવો છે. હાલમાં દરેક સ્તરે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો જાણે સામસામા હોય તેવી સ્થિતિ છે. દરેક પક્ષ એકબીજા સામે આક્ષેપોનો મારો અને પ્રતિ મારો ચલાવી રહ્યો છે.
જો કે બંને રાજકીય પક્ષોએ વિવાદ આગળ ન વધારવાનો નિર્ણય લેતા આ મુદ્દે કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી. છતાં પણ આગામી દિવસોમાં સુરતના બીજા વિસ્તારોમાં પણ આ પ્રકારે બંને પક્ષ વચ્ચે રાજકીય હુંસાતુંસીથી લઈને આકરો સંઘર્ષ જોવા મળે તેવી આશા છે. 26મી તારીખે યોજાનારી ચૂંટણી સુધી આ પ્રકારની રાજકીય ગરમીનો માહોલ રહેશે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ
