Gujarat News : ગુજરાતમાં હવામાન વિભાગે ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરી છે. બીજીતરફ આજે સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ચોટીલામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
કચ્છમાં વાસણો ભરાય જાય એટલા કરા વરસતા કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે.આજે બપોર બાદ ચોટીલામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવતા થોડીવાર ભારે પવન ફૂંકાયો હતો.કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.રાજકોટમાં આજે બપોરે બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાન વિભાગની આગાહી મુજબ વાદળછાયા વાતાવરણ બાદ શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું.

જેમાં શહેરનાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, નાનામૌવા અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. જેને પગલે વાહનચાલકોને દિવસનો સમય હોવા છતાં વાહનની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી અને વરસાદ માટેની કોઈ તૈયારી નહીં હોવાથી લોકો ભીંજાતા નજરે પડ્યા હતા.
બોટાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં રાણપુર, મોટી વાવડી ગામ સહિતમાં વરસાદ પડ્યો હતો. પાળીયાદ અને બોડી ગામે કરા સાથે વરસાદ ખાબક્યો છે. તે સિવાય ભાવનગરના વલ્લભીપુરમાં જામ્યો વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદને કારણે વરસતા ઉનાળું પાકને નુકશાન થશે.

ભાવનગરના સિહોર ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં પંથકના આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જામ્યું છે. સિહોર પંથકના સોનગઢ ગામે વરસાદી ઝાપટા પડ્યા છે.તે સિવાય અમદાવાદના ધંધુકા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ઉપરાંત ઉંચડી ગામે કરા સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે. બીજીતરફ ભારે પવનના કારણે ભાવનગર રોડ પર ગેટ ધરાશાયી થયો હતો. જેને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઉપરાંત શહેરનાં ગઢડા રોડ પર આવેલ કેબીનના પતરા ઉડ્યા હતા.
ઉપરાંત ધોલેરામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. ભડિયાદ ગામમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.તે સિવાય બનાસકાંઠાના ભાભરમાં ફરી વરસાદી માહોલ બન્યો છે. જેમાં ભર બપોરે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. જ્યારે ભાભર વાવ થરાદ ધાનેરામાં વાદળ છાયું વાતાવરણ છે. કમોસમી વરસાદ આવતા બાજરી જેવા પાકને નુકશાન થયું છે.

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. જેમાં ચોટીલામાં મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા દુકાનો બંધ કરવાનો વારો આવ્યો છે.કચ્છ જિલ્લામાં બપોર બાદ વાદળ છાયુ વાતાવરણ છવાઈ ગયું હતું. રાપર જાટાવાડામા કરાનો વરસાદ વરસ્યો હતો. ઉપરાંત નંદાસર ખંડીરના ધોરાવીરા માં કરા સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ અને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે. ભચાઉના અલગ અલગ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.
ત્રણ દિવસના કમમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે ત્રણ દિવસ જસદણ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. તારીખ 6થી 8 મે સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે. ઉપરાંત ત્રણ દિવસ માલ પેદાશ ઉતારવાં દેવામાં આવશે નહીં. તારીખ 9મેં થી ખેત પેદાશ ઢાંકી ને લાવવાની સુચના આપવામાં આવી છે. નુકસાની ન થાય તેને લઇ માર્કેટિંગ યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.બનાસકાંઠાના દિયોદરમા પણ કમોસમી વરસાદ સાથે કરા પડયા છે. કડાકા ભડાકા સાથે સણાદરમાં ખેતરમાં આકાશી વીજળી પડતાં એક ભેંસનું મોત નિપજ્યુ હતું.
વડોદરામાં VMC કમિશનર અરુણ મહેશ બાબુ ફાયર કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. જેમાં તેમણે શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ચીફ ફાયર ઑફિસર સહિત અધિકારીઓ સાથે ચર્ચા. કરી હતી. કમિશનરે કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી હતી. પાલિકા કમિશનર સાથે ડેપ્યુટી કમિશનર પણ હાજર હતા. તેમણે ચીફ ફાયર ઑફિસર સહિત અધિકારીઓ સાથે કરી ચર્ચાVMC અધિકારીઓ, MGVCLઅને પોલીસ સાથે કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. બાયડ તાલુકામાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે. રડોદરા,ગાબટ સહિતના વિસ્તારમાં વંટોળ સાથે વરસાદ પડ્યો હતો. મોડાસામા પણ ભારે પવન ફૂંકાયો હતો.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
