સ્પેનમાં ફર્ટિલિટી ટ્રીટમેન્ટ મફત છે, પરંતુ છ વર્ષ પહેલાં સત્તાધારી રૂઢિચુસ્ત પોપ્યુલર પાર્ટીની સરકારે તેને પાર્ટનર ધરાવતી મહિલાઓ સુધી મર્યાદિત કરી દીધી હતી. જેના કારણે અન્યને ખાનગી સારવાર માટે પૈસા ચૂકવવા પડ્યા હતા.
સ્પેનના આરોગ્ય પ્રધાન કેરોલિના ડાયસે એકલ મહિલાઓ, લેસ્બિયન્સ અને ટ્રાન્સજેન્ડર લોકો માટે જાહેર આરોગ્ય પ્રણાલીમાં તબીબી રીતે સહાયિત પ્રજનન સુવિધાઓ પ્રદાન કરવાના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. દેશની જાહેર આરોગ્ય વ્યવસ્થામાં આ સુવિધા વિનામૂલ્યે છે. LGBT અધિકાર જૂથો દ્વારા લાંબા સમયથી તેની માંગ કરવામાં આવી રહી છે અને તે સમાનતા માટેની સમાજવાદી આગેવાનીવાળી સરકારની ઝુંબેશનો એક ભાગ છે. આ સરકારની કેબિનેટમાં મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્પેનમાં ફર્ટિલિટી ટ્રીટમેન્ટ મફત છે, પરંતુ છ વર્ષ પહેલાં સત્તાધારી રૂઢિચુસ્ત પોપ્યુલર પાર્ટીની સરકારે તેને પાર્ટનર ધરાવતી મહિલાઓ સુધી મર્યાદિત કરી દીધી હતી. જેના કારણે અન્યને ખાનગી સારવાર માટે પૈસા ચૂકવવા પડ્યા હતા.
એક સમારોહમાં સામાજિક કાર્યકરોની હાજરીમાં ઓર્ડર પર હસ્તાક્ષર કરતાં, આરોગ્ય પ્રધાન કેરોલિના ડાયસે જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ જાહેર આરોગ્ય પ્રણાલીમાં ભેદભાવને સમાપ્ત કરવાનો છે.
ગુજરાત / રાફેલ એરક્રાફ્ટથી અમદાવાદની ગુરુદ્વારામાં બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો, આ કારણોસર આપી હતી ધમકી
ક્રુઝ ડ્રગ્સ કેસ / કોણ છે સંજય સિંહ જે સમીર વાનખેડેને બદલે આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરશે
ખાત્રજ / વેસ્ટ વોટરની ટેંક સાફ કરતા 5 મજૂરોના મોત, પરિવારમાં કલ્પાંત